ખાસ કરીને ઉંમર વધવાની સાથે, રોગપ્રતિકારક શક્તિથી લઈને હાડકાં નબળા થવા લાગે છે પરંતુ મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં નબળા પડવાથી શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે.

મહિલાઓ માટે પરિવારની સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. તેથી જો તમારે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ રહેવું હોય તો અહીંયા તમને કેટલાક વિટામિન વિષે જણાવીશું જે વિટામિનનું દરરોજ સેવન કરવાથગી તમે સ્વસ્થ્ય રહી શકો છો.

વિટામિન સી: વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. જેના કારણે શરીર અનેક પ્રકારના ચેપી રોગોથી સુરક્ષિત રહે છે. આ ઉપરાંત વિટામિન સી ત્વચાને સ્વસ્થ રાખે છે.

ફોલેટ: ફોલેટને વિટામિન B9 પણ કહેવામાં આવે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપને કારણે બાળકમાં મગજ અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓનો ખતરો ઘણી હદ સુધી વધી જાય છે. ફોલેટ લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને આ વિટામિન ગર્ભાવસ્થા દરમિયાન લેવું જોઈએ.

આયરન: મોટાભાગની ભારતીય મહિલાઓ આયર્નની ઉણપ જોવા મળે છે. પ્રજનન અંગોના યોગ્ય કાર્ય માટે આયર્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય તેનું કામ એનર્જી બનાવવાનું, લાલ રક્તકણો બનાવવાનું, ઘાને મટાડવાનું, રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવાનું છે.

વિટામિન ડી અને વિટામિન બી6: ઉંમર વધવાની સાથે શરીરમાં સંધિવા અથવા સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે પરંતુ આ સમસ્યાથી બચવા માટે વિટામિન ડીનું સેવન ખૂબ જ જરૂરી છે. 19 થી 50 વર્ષની વયજૂથની મોટાભાગની સ્ત્રીઓ વિવિધ પોષક તત્ત્વોની ઉણપથી પીડાય છે. તેમાં વિટામિન ડી અને બી6 હોય છે.

આવી સ્થિતિમાં આ ઉંમરની મહિલાઓએ દરરોજ 15 મિલિગ્રામ વિટામિન ડીનું સેવન કરવું જોઈએ. આ સાથે વિટામિન B6 લગભગ 1.3 મિલિગ્રામ દરરરોજ સેવન કરવું જોઈએ.

તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને ફેમિલી મેમ્બરને જરૂરથી જણાવશો. આવી જ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *