આજે અમે તમને જણાવીશું કમરનો દુખાવો, ગરદન નો દુખાવો, પીઠના દુખાવા દૂર કરવા માટે ની કેટલીક ટિપ્સ. જો તમે આ ટિપ્સનો ઉપયોગ કરશો તો તમને દુખાવામાં ઘણી રાહત થશે. કમરનો દુખાવો અને ગરદન નો દુખાવો અને પીઠનો દુખાવો એક જગ્યાએ બેસી રહેવાથી વઘારે થાય છે.
આજના સમયમાં કમરનો દુખાવો નાની મોટી દરેક ઉંમરની વ્યક્તિને થઈ રહ્યો છે. ઓફિસના કામ કરવામાં લાંબા સમય સુધી ખુરશી પર બેસી રહેવાથી પણ થઈ શકે છે. જો તમે ઓફિસમાં બેસીને કામ કરો છો તો દર 1 કલાકે 5 મિનિટ ઉભા થઈ ને થોડું હલન ચલણ કરવું જોઈએ.
કમરનો દુખાવો વઘારે વજન ઉપાડવાથી પણ તેની અસર મણકા પર પડી શકે છે. જેથી કમરનો દુખાવો થવાનું શરુ થઈ જાય છે. કમરનો દુખાવો, પીઠનો દુખાવો સૌથી વઘારે મહિલાઓમાં જોવા મળતો હોય છે. ઘણી વખત આપણે કમરનો દુખાવો કે પીઠનો દુખાવો થાય છે ત્યારે એવું લાગે છે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ.
આ કમરના દુખાવાની સમસ્યા ઘણા લોકોને પરેશાન કરી શકે છે. કોરોના માં ઘરે બેસી રહેવાના કારણે આ સમસ્યા માં વઘારો થયો હોય એવું લાગી રહ્યું છે. આપણા શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન જેવા મહત્વ પૂર્ણ તત્વોની ઉણપના કારણે શરીરમાં કોઈ પણ દુખાવો થઈ શકે છે. પોષક તત્વો ના અભાવના કારણે પણ હાડકામાં પણ નબળા થઈ શકે છે.
આપણી રૂટિન લાઈફ સ્ટાઈલ ના કારણે પણ દુખાવો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કમરના દુખાવામાં રાહત મેળવવા માટે આપણે શું કરવું તેના વિશે જણાવીએ. આ ટિપ્સ ને તમેં રૂટિન લાઈફમાં ઉપયોગ કરશો તો તમને ઝલ્દી કમરના દુખાવા માં અને પીઠના દુખાવા માં રાહત મળશે.
1. સૂતી વખતે તક્યું કે ઓશીકું ના લેવું : જો તમે ઘરે બેસી ને કે ઓફિસ માં બેસી ને કોમ્પ્યુટર બેસી ને કામ કરવાથી તમારી ગરદન નમી જાય છે. જેથી રાત્રે તમે જાડું ઓશીકું લેવાથી ગરદન નમશે અને કરોડરજ્જુને પણ વાળશે. માટે તમારે સૂતી વખતે તકિયું કે ઓશીકાનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ટિપ્સ ને અપનાવશો તો પીઠનો દુખાવો પણ ઓછો થઈ જશે.
2. યોગ ફાયદાકારક : યોગ કરવા સ્વાસ્થ્ય માટે ખુબ સારા માનવામાં આવે છે. યોગ અનેક રીતે ઉપયોગી છે. માટે કમરના દુખવા કે પીઠના દુખાવા માટે ભુંજગાસન, મકરાસન, શલભાસન જેવા યોગ કરવા થી કમરના દુખાવામાં કે પીઠના દુખાવા માં ઘણો ફાયદો થાય છે. દરરોજ 15-20 મિનિટનો ટાઈમ કાઠીને પણ યોગ કરવા જોઈએ.
3. લાંબા સમય સુઘી બેસી ના રહેવું : જો તમે એક જ જગ્યા એ બેસી રહો છો તો તે કમર દર્દના દુખાવાને આવકારવા જેવું થઈ જાય છે. જો તમે ઓફિસે બેસીને કામ કરતા હોય તો 1-2 કલાકે 5 મિનિટ નો ટાઈમ કાઠીને થોડું હલન ચલણ કરવું જોઈએ. જો તમે આમ કરશો તો તમારા કમરના દુખાવામાં ઘણી રાહત મળશે.
4. તેલની માલિશ કરવી જોઈએ : આયુર્વેદમાં જાણવેલ છે કે કોઈપણ દુખાવામાં માલિશ કરવાથી રાહત મળે છે. તેના માટે તમે તલનું તેલ, સરસવનું તેલ, અશ્વગંધાનું તેલ એમાં થી કોઈ પણ તેલની માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત મળશે.
5. કેલ્શિયમથી ભરપૂર આહાર લેવો : કેલ્શિયમ ની ઉણપના કારણે પણ શરીરમાં કોઈ પણ દુખાવો થઈ શકે છે. તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો હાડકા ને નબળા પાડી દે છે. જેથી તમારે કેલ્શિયમ થી ભરપૂર આહાર લેવો જોઈએ. કેશિયમની ઉણપ દૂર થવાથી કમરના દુખાવામાં ઘણી રાહત થઈ જશે.
જો તમને કમરમાં કે પીઠમાં વઘારે દુખાવો હોય તો વહેલી તકે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વઘારે લાંબા સમય સુઘી કમરનો દુખાવો રહેવાથી લાંબા સમયે શરીરને નુકશાન કરી શકે છે. અમે જણાવેલ ટિપ્સને તમે તમારા રોજિંદા લાઈફમાં અપનાવી લેશો તો તમને ઘણી રાહત થશે.