આંબલી વિષે બધા લોકો જાણતા જ હશે. આંબલી સ્વાદમાં થોડીક મીઠી અને ખાટી હોય છે. આંબલી નો ઉપયોગ ખાસ કરીને વ્યંજનો ને બનાવવા થાય છે. જો આંબલી નાખવામાં ન આવે તો વ્યંજનનો સ્વાદ અધૂરો ગણાય છે. ગુહિણીઓ આંબલી ની ચટણી બનાવવાનું વધુ પસંદ કરે છે કારણકે તે ખાવામાં પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.
તમને જણાવી દઈએ કે આંબલી સ્વાદ વધારવાની સાથે સાથે શરીરમાં થતી ગંભીર બીમારીઓ ની ચપેટ માં આવવાથી પણ બચાવી શકે છે. આયુર્વેદિક દવાઓ ને બનાવવામાં આંબલી નો પ્રયોગ થાય છે. ખાસ કરીને પાચન તંત્ર થી જોડાયેલ ઘણા પ્રકારની દવાઓ બનાવવા માટે આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે.
આંબલી રહેલા પોષક તત્વ પેટ માટે ગુણકારી સાબિત થાય છે. આંબલી ખાવાથી જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે તે લોકોની પાચનશક્તિ મજબૂત થાય છે અને ખાવાનું સારી રીતે પચી જાય છે.
જે લોકોનું વજન વધુ છે અને ઓછું કરવા માટે છે તે લોકો માટે આંબલી મદદગાર સાબિત થાય છે. ટ્રીપ્સીન ઇન્હીબીટર ગુણ આંબલી ના બીજ માં રહેલો હોય છે જે મોટાપા ને ઓછુ કરવામાં ઉપયોગી સાબિત થાય છે. માટે જે લોકો સરળતાથી વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આંબલી ખાવાનું શરુ કરી દો.
હેલ્થી હાર્ટ મેળવવા માટે અઠવાડિયામાં એક વાર આંબલીનું સેવન કરવું જોઈએ. ઘણા સંશોધનમાં સાબિત થયું છે આંબલી ખાવાથી હ્રદય રોગ થવાની શક્યતા ખુબ જ ઓછી થઇ જાય છે. તેથી હેલ્થી હાર્ટ મેળવવા માટે તમારા ડાયેટ માં આંબલી ને જરૂર સામીલ કરો.
આંબલી પ્રતિરોધક ક્ષમતા ને વધારવા સહાયક થાય છે કારણકે આંબલીમાં પ્રતિરોધક ક્ષમતા ને સક્રિય કરવાના ગુણ રહેલો છે. પ્રતિરોધક ક્ષમતા નબળી હોવાને કારણે શરીર ને ઘણા પ્રકારના રોગ થવાનું જોખમ વધી જાય છે. તેથી આ બહુ જ જરૂરી છે કે પ્રતિરોધક ક્ષમતા ને નબળી ન પડવા દેવી.
આંબલી શુગર લેવલ ને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે. બધા જાણે છે કે શુગર ની બીમારી એક ગંભીર બીમારી થાય છે અને શુગર થવા પર શરીર ને ઘણા રોગ થવાનું જોખમ વધી જાય છે. શુગર ના રોગીઓ માટે આંબલી ને ખુબજ ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીર માં શુગર નું લેવલ વધતું નથી.
આંબલી ના બીજ માં ટ્રીપ્સીન ઇન્હીબીટર મળે છે, જે શરીર માં શુગર નું સ્તર કંટ્રોલ રાખે છે. આંબલી ના બીજ માંથી બનાવવામાં આવેલું જ્યુસ કેન્સર ની ગંભીર બીમારીમાંથી છુટકારો આપે છે. તમને જણાવી દઈએ કે આંબલી ના બીજ માં એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીજ હોય છે.
આ પ્રોપર્ટીન ના કારણે શરીર માં ટ્યુમર કોશિકાઓ કે એક્સ્ટ્રા કોશિકાઓ બની શકતી નથી. આજ કારણે આંબલી શરીર ને કેન્સર ની સંભાવના માંથી રાહત મળે છે.
જે લોકોને પાચનની સમસ્યા રહેતી હોય તે લોકો જો અડધો કપ આંબલીના પલ્પમાં લીંબુનો રસ, મીઠું, મધ અને ગરમ પાણી નાખી આખી રાત મૂકી રાખી અને સવારે આ પેસ્ટને ચોળી અને તેમાંથી નીકળતા રસને કાઢી ને જો એક ગ્લાસ આ રસ પીવામાં આવે તો પાચનતંત્રને લગતી બીમારીઓ દૂર થશે.
આંબલી ના બીજ માંથી બનાવેલા પાવડર ને દાંત પર રાગાડવું. આમ નિયમિત કરવાથી દાંત માં ચમક જોવા મળે છે અને દાંત મજબુત બને છે. કમજોર દાંત અથવા પીળા દાંત ની સમસ્યા જે લોકો સ્મોકિંગ કરે છે તે લોકોમાં વધુ જોવા મળે છે. તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા આંબલી ના બીજ ફાયદો પહોચાડી શકે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.