આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યકતિ પોતાની લાઈફસ્ટાઈલમાં ખુબ જ વ્યસ્ત હોય છે. જેના કારણે તેમને ક્યારેક ભૂખ લાગે તો તે બહારનું ભોજન કરતા હોય છે. તે ભોજન ના પચવાના કારણે પેટની સમસ્યા જેવી કે એસીડીટી થાય છે.

જો આપણે કોઈ પણ આડો અવરો ખોરાક ખાઈ લેવાના કારણે આ બઘી સમસ્યા પરેશાન કરતી હોય છે. જો તમે બહારના ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય ત્યારે તેમાં જાત જાતના મસાલા નાખતા હોય છે, વઘારે તીખું પણ હોય, તળેલું પણ હોય છે જેના કારણે એસીડીટીની સમસ્યા વધુ જોવા મળે છે.

આ ઉપરાંત જમ્યા પછી જો તમે આલ્કોહોલ, તમાકુ જેવી કેફીન યુક્ત આહારનું સેવન કરવાથી પણ એસીડીટીની સમસ્યા થતી હોય છે. ઘણા લોકોને જમ્યા પછી સુઈ જવાની આદત પણ હોય છે. આ બઘા કારણોના લીઘે એસીડીટી થતી હોય છે. આ ઉપરાંત ઘણી બીમારીના શિકાર પણ થઈ જતા હોઈએ છે.

એસિડિટીને દૂર કરવા માટે પાચનક્રિયાને સુઘારવી જોઈએ. આ માટે રોજિંદા જીવનમાં કેટલાક યોગા કરવા પણ જરૂરી છે. દરરોજ યોગા કરવામાં આવે તો પાચનક્રિયાને સુઘારીને એસિડિટીને દૂર કરવામાં મદદ કરશે. માટે આજે અમે તમને એસિડિટીને દૂર કરવા માટેના કેટલાક યોગા વિશે જણાવીશું.

pawanmuktasana yoga

પવનમુકતાસન યોગ: આ યોગ કરવાથી પેટમાં જામેલ વઘારા કચરાને દૂર કરે છે. જમા થયેલ ખોરાક ને પચાવવા માં મદદ કરે છે. ખોરાક પચવાના કારણે એસીડીટી અને પેટને લગતી અન્ય સમસ્યા પણ દૂર થઈ જાય છે. આ યોગ કરવા માટે સૌથી પહેલા જમીન પર ચટાઈ પાથરીને સીઘા સુઈ જાઓ. હવે બંને પગને ઢીંચણથી વાળો અને ઢીંચણને છાતી તરફ લાવો, હવે બંને હાથ વડે પગને લોક કરી લો. અને બંને તેટલું છાતી તરફ ખેંચવાનો પ્રયાસ કરો,

હવે તમારા માથાને ઉંચુ કરીને દાઢી ને પગના ઘુંટણ ને અડાડવાની કોશિશ કરો અને શ્વાસ અંદર બહાર નીકાળો. થોડા સમય માટે આ સ્થિતિમાં રહેવું ત્યાર પછી રિલેક્ષ થઈ જવું. પછી ફરીથી આ જ રીતે યોગ કરવાની પ્રેક્ટિસ કરવી. આ યોગ સવારે માત્ર 5 મિનિટ કરવો. આ યોગાસન કરવાથી એસીડીટીની સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત પાચન શક્તિ મજબૂત થાય અને કમરના નીચે તરફ થતો દુખાવો પણ દુર થઈ જશે.

vajrasana yoga

વજ્રાસન યોગ: ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. એ લોકો માટે આ યોગાસન ખુબ જ ફાયદાકારક સાબિત થશે. પેટને લગતી દરેક સમસ્યા આ આસન કરવાથી દૂર થઈ જશે. આ યોગા કરવા માટે સૌથી પહેલા જમીન પર ચટાઈ પાથરીને પગ લાંબા કરીને બેસી જાઓ. હવે જમણા પગને ઢીચણ થી વાળીને પાછળની તરફ લઈ જાઓ. એવી જ રીતે ડાબા પગને પણ ઢીચણથી વાળીને પાછળની તરફ લઈ જાઓ.

હવે બંને પગના પંજા ઉપરની તરફ એટલે કે આકાશ તરફ રહેવા જોઈએ. હવે બંને હાથને ઘુંટણ પર રાખીને સીઘા ટટાર બેસો. હવે શ્વાસને અંદર અને બહારની તરફ નીકાળો. થોડી વાર આ સ્થિતિમાં બેસો. ત્યાર પછી રિલેક્સ થઈ ને પાછા નોર્મલ પોઝીશન માં આવી જાઓ. હવે તેવી રીતે ફરીથી આ આસન કરો. આવી રીતે પાંચ મિનિટ આ યોગા દરરોજ સવારે કરવાથી એસીડીટી અને પેટને લગતી અન્ય સમસ્યા પણ કાયમ માટે દૂર થઈ જશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *