આજના આધુનિક યુગમાં લોકો ને બહારના તળેલા અને તીખા અને મસાલા વાળા જંકફૂડ ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે. જેના કારણે ઘણા લોકોને એસીડીટી ની સમસ્યા વારે વારે થતી જોવા મળતી હોય છે.
જો તમને વારે વારે એસિડિટી ની સમસ્યા થતી હોય તો ખાવા પીવાને કેટલીક ખરાબ કુટેવથી દૂર રહેવું જોઈએ, આ સમસ્યા જનરલી ઘણા લોકોમાં જોવા મળતી હોય છે આ કારણથી ધનૈઃ વખત ખાતા ઉબકા પણ આવતા હોય છે.
એસિડિટી એ પેટને લગતી સમસ્યા છે. આ એક સામાન્ય સમસ્યા છે જેમાં ખાટા ઓટકાર આવતા હોય છે, આ ઉપરાંત ઘણી વખત પેટમાં બળતરા પણ થતી હોય છે. આજે અમે તમને એસીડીટી માં રાહત મેળવવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું.
આ ઉપાય માટે દૂઘ અને અને દેશી ગોળની જરૂર પડશે. એસિડિટીમાં રાહત મેળવવા માટે રાતે ભોજનના થોડા સમય પછી દૂધ પીવાનું છે, આ દૂધમાં એક નાનો ટુકડો દેશી ગોળનો મિક્સ કરીને સારી રીતે હલાવીને તે ગોળને ઓગાળી દેવાનો છે.
ત્યારબાદ આ દૂધ ને પીવાનું છે. આ ઉપાય માટે ગરમ કર્યા વગર નું ઠંડુ દૂધ જ લેવાનું છે. આ પીણું પીવાથી એસિડિટીના કારણે થતી પેટમાં બળતરા ને દૂર કરવામાં મદદ કરે છે. કારણકે આ પીણું પીવાથી પેટને ઠંડક મળે છે. જેથી બળતરામાં ખુબ જ ઝડપથી રાહત આપે છે.
આ ઉપરાંત રાત્રીના ભોજન પછી એક ગ્લાસ હૂંફાળા દૂઘમાં ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પણ પી શકો છો, જે એસિડિટી ના કારણે આવતા ખાટા ઓટકાર ને રોકવામાં મદદ કરે છે. આ પીણું પીવાથી પેટની બળતરા, પેટનો દુખાવો બંધ થાય છે.
જો તમે એસિડિટી વારે વારે થતી હોય તો વધુ પડતા તળેલા ખોરાક ના ખાવા જોઈએ. સાથે તીખા, મસાલે દાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, આ સિવાય રોજે એક ગ્લાસ પાણીમાં એક આખા લીંબુ નો રસ મિક્સ કરીને થોડા દિવસ પીવાથી એસીડીટી કાયમી દૂર કરી શકાય છે.
અહીયા આપેલ માહિતી એક સામાન્ય માહિતી પર આધારિત છે, આ માટે કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.