હાલમાં મોટા ભાગના લોકોને ગેસ, એસિડિટી થતી જોવા મળી રહી છે. આ એક સામાન્ય સમસ્યા થઈ છે, જે અનિયમિત ખોરાક લેવો અને બદલાયેલ જીવન શૈલી માં વધુ જોવા મળી શકે છે, ગેસ, એસિડિટી એ પેટને લગતી સમસ્યા છે.
આજે વ્યક્તિ ચટાકેદાર, તળેલા, અને તીખા ખોરાક ખાવાનું વધારે પસંદ કરતા હોય છે, જે ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, વધુ તીખો અને તળેલો ખોરાક ખાવાના કારણે વ્યક્તિ એસિડિટી ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
આ સમસ્યા અવારનવાર થતી હોય છે, આવી પરિસ્થતિમાં રોજિંદા આહારમાં બદલાવ કરવો જોઈએ અને આ સમસ્યાને રોકવા માટે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ તેના વિષે જણાવીશું.
જો તમે એસીડીટીની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો સવારે ઉઠીને ચા પીવાનું બંધ કરી દો તેની જગ્યાએ દૂધ પીવાનું શરૂ કરી દો, ચા પીવાની આદત નસો કરાવે છે આ સાથે એસિડિટીને વધારામાં મદદ કરે છે આ માટે એસિડિટી હોય તો સવારે ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.
તમે એસિડિટીથી બચવા માંગતા હોય તો રોજે હેલ્ધી ઘરનો ખોરાક ખાવાનું વધારે પસંદ કરો. જો તમે બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ જેવા તળેલા અને મસાલા વાળા ખોરાક ખાવો છો તો તેનાથી શરીરમાં એસિડ નું પ્રમાણ વધે છે આ માટે તળેલા અને તીખા ખોરાક ખાવાનું ટાળો.
શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે જેને કંટ્રોલ કરવા માટે આદુંના નાના ટુકડા કરીને સુકાવવા માટે મૂકી દો અને પછી સારી રીતે સુકાઈ જાય ત્યારે તેનો રોજે એક ટુકડો ચૂસીને ખાવાનો છે. આદુંનો ઉપયોગ આ રીતે કરવાથી એસીડીટી માં ઘણી રાહત મળશે.
જો તમને ગેસ ની સમસ્યા રહેતી હોય તો ભોજન લેવાનો એક ફિક્સ સમય નક્કી કરી લેવાનો અને તે સમયે જ ખાઈ લેવું જોઈએ, અને ઘ્યાન રાખવું કે કોઈ પણ ખોરાક ખાઓ તો તે ભરપેટ ના ખાવું જોઈએ, અને ભોજન પછી સુવાની આદત હોય તો એ છોડી થોડી વાર ચાલવાનું રાખો.
લીલા શાકભાજીને રોજે આહારમાં સમાવેશ કરવો જોઈએ જે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તેમાં ખુબ જ સારા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે, જે શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. રોજે લીલા પાનવાળા શાકભાજી ખાવાથી એસીડીટી માં ઘણી રાહત મેળવી શકાય છે.
તમે ગેસ અને એસિડિટી બને થી ખુબ જ પરેશાન હોય તો રોજે સવારે બપોરે અને રાતે ભોજન કર્યાના પછી એક ચમચી વરિયાળી રોજે ખાવી જોઈએ. જે ડાયજેશન ને પણ સુધારે છે અને પાચનક્રિયાને ઝડપી બનાવે છે, તે શરીરને ઠંડક આપે છે અને એસિડના વધતા પ્રમાણે અટકાવે છે. એસીડીટીમાં ઘણી રાહત મળશે. ગેસ થતો હોય તો એમાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.