આજના સમયમાં દરેક વ્યક્તિને વધારે પડતા તીખા તમતમતા મસાલાવાળા ખોરાક ખાવાનું વધારે પસંદ હોય છે પરિણામે પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે. જે સમસ્યા થવાથી ઉબકા આવે અને ખાટા ઓટકાર પણ આવતા હોય છે.
એસિડિટી જેવી સમસ્યામાંથી છુટકાળો મેળવવા માટે આપણે આપણા ખાન પાન પર ઘ્યાન આપવું ખુબ જ જરૂરી છે. એસિડિટીની સમસ્યાથી છુટકાળો મેળવવા માટે આપણે આહારમાં એવા કેટલાક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેની મદદથી એસિડિટીની બીએમરી કાયમી દૂર થઈ જશે.
એસિડિટીની સમસ્યા ખુબ જ સામાન્ય છે પરંતુ એસિડિટી થવાના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકોને એસિડિટીના કારણે પેટ ફૂલવું, છાતી અને પેટનમાં બળતરા થવી. જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ માટે આપણે ખોરાકમાં વધારે તીખું મસાલેદાર અને તળેલું ખાવાનું ટાળવું જોઈએ. આજે અમે તમને એસિડિટીમાં તાત્કાલિક રાહત આપે અને કાયમી એસીડીટીની સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવવાના આ વસ્તુને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ.
કેળાં ખાવા: કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, એન્ટી ઓક્સીડનેટ જેવા તત્વો મળી આવે છે જે એસિડના રિફ્લેક્સ ને ઓછું કરવામાં મદદ કરે છે. જેથી ગેસ અને એસિડિટીમાં રાહત આપે છે.
કાકડી ખાઓ: કાકડી માં ભરપૂર માત્રામાં પાણી મળી આવે છે જે શરીરને ડિહાઈડ્રેશનથી બચાવી હાઈડ્રેટ રાખશે અને શરીરને ઠંડક આપશે. માટે કાકડીની ડાયટમાં સમાવેશ કરીને એસિડના વધતા પ્રમાણને ધટાડશે. જેથી એસિડિટી ના કારણે છાતી અને પેટમાં થતી બળતરામાં રાહત આપશે.
નારિયેળ પાણી પીવો: નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે, નારિયળ પાણી શરીરને અંદરથી ઠંડક આપે છે. માટે એસિડિટીની સમસ્યામાં રોજે સવારે ચા કે કોફી પીવા કરતા એક નારિયેળ પાણી પીવું જોઈએ જેથી એસિડિટીમાં રાહત મળશે. આ ઉપરાંત શરીરને ડીટોક્સિફાય કરી શરીરનો બધો જ કચરો દૂર કરે છે, આ ઉપરાંત વજન ઘટડાવામાં ખુબ જ મદદ કરશે. એસિડિટી હોય તેવા દર્દી માટે નારિયેળ પાણી એક વરદાન સમાન છે.
દૂઘ પીવું: દૂધ એક પૌષ્ટિક આહાર છે, જે શરીરનું ઠંડુ રાખવામાં મદદ કરે છે માટે એસિડિટીની સમસ્યા હોય તેવા લોકોએ સવારે થવા સાંજે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવું જોઈએ. જેથી એસિડિટી વધવાના કારણે થતી છાતી અને પેટમાં થતી બળતરામાં રાહત આપશે. જેથી એસિડિટી અને ગેસમાંની સમસ્યામાં રાહત મળશે.
દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમનો સ્ત્રોત મળી આવે છે, હાડકા માટે ખુબ જ જરૂરી છે તત્વ છે, જે હાડકાને મજબૂત અને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. માટે દૂધને રોજિંદ આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી શરીરમાં ભરપૂર એનર્જી અને તાકાત મળશે.
લીંબુ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દિવસમાં એક વખત લીંબુ પાણી પીવાથી પણ એસિડિટીની સમસ્યા કયારેય નહીં થાય.