આજના સમયમાં ઘણા લોકોને ગેસ, એસીડીટી ની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે, જે ખુબ જ સામાન્ય સમસ્યામાંથી એક છે, જે આપણી કેટલીક ખરાબ આદતોના કારણે જોવા મળતી હોય છે. આ માટે આપણે કેટલીક એવી આદતો છે જેને આપણે છોડવી જોઈએ.
જેવી કે, આજના આધુનિક યુગમાં નાના હોય કે મોટા દરેક વ્યક્તિ હેલ્ધી ફૂડ ખાવાની જગ્યાએ વઘારે તળેલું, અને વઘારે તીખું ખાવાના શોખીન હોય છે, પરંતુ આવા તળેલા અને તીખા ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, આવા ખોરાક એસીડીટી થવાનું સૌથી મોટું કારણ છે.
માટે આપણે આપણી આવી ખરાબ આદત લાઈફસ્ટાઈલમાંથી દૂર કરવી પડશે, જેથી એસીડીટી જેવી બીમારીમાં રાહત મેળવી શકાય છે. આ માટે આજે અમે તમને એસિડિટીને દૂર કરવા માટેના કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ તેના વિષે જણાવીશું.
સવારે વસ્તુથી દૂર રહો: ઘણા લોકો સવારે ઉઠીને ખાલી પેટ ચા પીવાના આદત હોય છે, જે એસિડિટી થવાનું કારણ બની શકે છે, આ માટે ખાલી પેટ ચા ના સેવનથી દૂર રહેવું જોઈએ. ખાલી પેટ ચા પીવાથી ગભરામણ જેવી પરિસ્થતિ પણ ઉદ્ભવી શકે છે, માટે ખાલી પેટ ચા પીવાની આદતને છોડવી જોઈએ.
એસિડિટી હોય તો આ વસ્તુથી દૂર રહો: માત્ર ચા થી જ એસિડિટી થાય એવું નથી, પરંતુ કેટલાક ફાંસ ફૂડ અને જંકફૂડ ખાવાથી પણ એસિડિટી થઈ શકે છે, કારણકે ફાસ્ટ ફૂડ અને જંકફૂડ ભરપૂર અલગ અલગ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, માટે બહારના આહારથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત તળેલા આહાર, હોટ કોફી જેવી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.
એસીડીટીથી બચવાના ઉપાય: એસીડીટીની સમસ્યા હોય તો સવારે ચા માં આદું નાખીને ચા સાથે કઈ પણ વસ્તુ ખાવી જોઈએ. જેથી આપણે એસિડિટી જેવી સમસ્યામાંથી રાહત મેળવી શકાશે. આ ઉપરાંત સવારે ચા માં દૂધ ઉમેરી પીવાથી એસિડિટીની સમસ્યા થશે નહીં.
એસિડિટીની સમસ્યામાં સવારે નાસ્તામાં હેલ્ધી આહાર લેવો જોઈએ, જેમ કે ઈંડા નો સમાવેશ કરી શકાય છે, જે એસિડિટીમાં રાહત આપશે સાથે આપણી પાચનક્રિયાને તેજ અને મજબૂત બનાવી રાખવામાં મદદ કરશે. ઈંડા પ્રોટીનથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે.
એસિડિટી હોય તેવા વ્યક્તિએ રોજે લીલા શાકભાજી ખાવા જોઈએ, જે પેટને લગતી સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે સાથે લીલા શાકભાજીમાં ઘણા બઘા પોષક તત્વો પણ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે. માટે એસીડીટીની સમસ્યા હોય તો લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.
ભોજન પછી હંમેશા એક ચમચી વરિયાળી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, રોજે ભોજન પછી વરિયાળી ખાવાથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે અને ડાયજેશન સિસ્ટમને યોગ્ય બનાવે છે, એસિડિટીમાં વરિયાળી ખુબ જ ફાયદાકારક છે. જે વઘતા એસિડને રોકવામાં મદદ કરે છે. માટે એસિડિટી ઘરાવતા વ્યક્તિએ ભોજન પછી એક ચમચી વરિયાળી ખાવી જોઈએ.