અડદ ની દાળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, આજ કારણથી લોકો તેને ખાવાની વધુ પસંદ કરે છે. તે દેખાવમાં લાગે છે નાની પરંતુ આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તે સ્વાદ ની સાથે શરીરને જરૂરી પોષણ પણ પૂરું પાડે છે.
તેમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, વિટામિન-બી, વિટામિન-સી, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ વગેરે જેવા ઘણા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ માટે તે ઘણી બીમારીઓ ને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ ખાસ ઘ્યાન રાખવું કે વધુ માત્રા માં એક સાથે તેનું સેવન ના કરવું જોઈએ.
કારણકે એક સાથે વધુ માત્રામાં તેને ખાવામાં આવે ઓ સ્વાસ્થ્ય ને ફાયદા ની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. તમને જણાવી દઉં કે તેમાં ખુબ જ પ્રમાણમાં ફાયબર હોય છે પેટ સંબધિત રોગો માટે ખુબ જ ફાયદાકારક છે.
તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુઘારો કરે છે અને પાચનતંત્ર ને મજબૂત બનાવે છે. જેથી કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યામાં ઘણી રાહત મળે છે. આ માટે જો તમને પેટ ને લગતી કોઈ બીમારી હોય તો અડદ ની દાળને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
અડદની દાળમાં મળી આવતું પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાયબર તત્વ હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું અઠવાડીયામાં બે વખત ખાવાથી હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે, આ સાથે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.
વઘતી ઉંમરે શરીરના હાડકા એકદામ નબળા અને પોચા પડી જતા હોય છે. જેના કારણે તેમને સાંઘા અને જોઈન્ટ માં ખુબ જ દુખાવા થતા હોય છે. આ માટે જો તમે અડદ ની દાળનું સેવન કરવાનું રાખો છો તો એમાંથી મળી આવતું કેલ્શિયમ અને પ્રોટીન તત્વ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરશે.
આ માટે વધતી ઉંમરે હાડકાને કમજોર અને નબળા પડવા દેવા ના માંગતા હોય તો અડદની દાળને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જો તમને બ્લડપ્રેશર ની સમસ્યા રહેતી હોય તો એને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
ઘણી વખત શરીરમાં કમજોરી અને અશકતી આવી જતી હોય છે જે લોહીની ઉણપ ના કારણે પણ થઈ શકે છે. આ માટે આયર્ન તત્વ થી ભરપૂર એવી અડદ ની દાળ ખાવાથી લોહીના સ્તરમાં વધારો કરી શકાય છે, જેથી વારે વારે લાગો થાક આને નબળાઈ દૂર થાય છે.
તેમાં મળી આવતા પોષક તત્વો વાળ અને ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. નિયમિત આહારમાં અડદની દાળ ખાવામાં આવે તો ત્વચા સંબધિત કે વાળ સંબંઘીત અનેક પ્રકારની સમસ્યા હોય તો તેને પણ દૂર કરવામાં સહાય કરે છે.