આપણી દરરોજની બદલાતી દિનચર્યાના કારણે મોટાભાગે અનિદ્રાની સમસ્યા રહેતી હોય છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરશો તો અનિદ્રાની સમસ્યાને આસાનીથી દૂર કરી શકશો.
અનિદ્રાની સમસ્યા થવાના કારણે યાદશક્તિ કમજોર થઈ જાય છે. જેના લીઘે શરીરમાં સ્ટ્રેસમાં વઘારો થાય છે. સ્ટ્રેસમાં વઘારો થવાના કારણે શરીરમાં અનેક બીમારી લઈને આવે છે. આ સમસ્યાને દૂર કરવી ખુબ જ જરૂરી છે.
અત્યારની ચાલી રહેલી રોજિંદા જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણી ના કારણે અનિદ્રાની સમસ્યા રહેતી હોય છે. જયારે ઘણા લોકો રાત્રે સુતા હોય અને ઊંઘના આવતી હોય તો તે વ્યક્તિ આમ તેમ કરવટ બદલતો રહે છે. જો આવી સમસ્યા સર્જાય તો તેની સીઘી અસર મગજ પર પડે છે.
જેના કારણે જો આ સમસ્યા રહે તો મગજની કોશિકાઓ નાશ થવાની શક્યતા વધુ રહે છે. જો અનિદ્રાની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિનું શરીર વઘતું જાય છે અને તે વ્યક્તિ ખુબ જ હેરાન પરેશાન થઈ જાય છે.
જો આખો દિવસ કામ કરીને ઘરે આવ્યા હોય અને રાત્રે જમ્યા પછી પણ જો ઊંઘ ના આવે અને ઊંઘ પુરી ના થાય તો શરીરમાં અશક્તિ થઈ જાય છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે અને શરીરમાં આળશ અને બેચીની રહેતી હોય છે.
આ ઉપરાંત શરીરમાં કોલેસ્ટ્રોલ અનિયમિત રહેવું, બ્લડપ્રેશર જેવી સમસ્યા થાય છે. માટે આ બઘી સમસ્યાના થાય તે માટે પૂરતી ઊંઘ મેળવી ખુબ જ જરૂરી છે. માટે તમારે રોજિંદા જીવન માં કેટલાક બદલાવ લાવવા જોઈએ જેના વિશે અમે તમને જણાવીશું.
સૌથી પહેલા તો આપણે બધા દિવસની શરૂઆત જ ચા થી કરતા હોઈએ છીએ. પરંતુ જો તમને અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો કેફીન યુક્ત પદાર્થનું સેવન ના કરવું જોઈએ. માટે રાત્રે 6 વાગ્યા પછી ચા કે કોઈ પણ ઠંડા પીણાંનું સેવન ના કરવું. આ નિયમને રોજિંદો બનાવી લેશો તો જીવનમાં ક્યારેય અનિદ્રાની સમસ્યા થશે જ નહીં.
અનિદ્રાની સમસ્યા થી પરેશાન રહેતા હોય તેવા વ્યક્તિને ભોજન કરવામાં ઘ્યાન રાખવું જોઈએ. માટે તેમને રાત્રે સુવાના બે થી ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવું. જેથી રાતે ખુબ જ સારી ઊંઘ આવે અને અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.
જો રાત્રે સૂતી વખતે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી તેની સીધી અસર આપણા ઊંઘ પર પડે છે જેથી ઊંઘ આવતી નથી. માટે રાત્રે સુવાના એક કલાક પહેલા મોબાઈલ અને લેપટોપ નો ઉપયોગ કરવાનું બંઘ કરવું જોઈએ.
અનિદ્રાની સમસ્યા ને દૂર કરવા માટે શુદ્ધ દેશી ગાયનું ઘી ખુબ જ અસરકારક સાબિત થશે. માટે રાત્રે સુતા પહેલા પગને ઘોઈ દેવા અને પછી સાફ કરી ને કોરા કરી લો. ત્યાર પછી થોડું દેશી ઘી પગના તળિયામાં લગાવીને પાંચ મિનિટ માલિશ કરો. આમ કરવાથી તમને માત્ર પાંચ મિનિટ માંજ ઘસઘસાટ ઊંઘ આવી જશે.
જો તમે પણ ઊંઘ ના આવવાની સમસ્યા થી પરેશાન થઈ ગયા હોય તો રોજિંદા જીવનમાં આ ઉપર જણાવ્યા અનુસાર અનુકરણ કરશો તો ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવશે અને અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.