આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઘણી વખત ઘણા લોકોને ખાવા પીવાની સાચી માહિતી હોતી નથી જેના કારણે તેમને અનેક રોગોનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગના દરેક લોકો બદામના ઘણા ફાયદા થાય છે તેવું કહે છે હા આ એકદમ સાચું પણ છે.

પરંતુ બદામ ખાવાના કેટલાક ગેરફાયદા પણ છે. એવું નથી કે બદામ દરેક વ્યક્તિ ખાય તો ફાયદો જ થાય. માટે આજે અમે તમને આ લેખમાં બદામ ખાવાના ફાયદા અને ગેરફાયદા વિશે વધુ માહિતી આપીશું.

મગજ: બદામનું સેવન તે વ્યક્તિએ કરવું જોઈએ જેમની યાદશક્તિ ખુબ જ નબળી હોય. જે લોકો નાની ઉંમરથી જ બદામનું સેવન કરે છે તે વ્યક્તિની મેમરી ખુબ જ તેજ હોય છે. બદામ માં વિટામિન-ઈ હોય છે જે મગજ માટે ખુબજ સારું માનવામાં આવે છે.

કોલેસ્ટ્રોલ: બીપીની સમસ્યા હોય તે વ્યક્તિ માટે બદામ ખુબ જ ફાયદાકારક છે. બદામનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થાય છે. આ ઉપરાંત સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. દરરોજ 3-4 બદામ ખાવાથી બીપીની સમસ્યામાં રાહત થશે.

ત્વચા: સૂર્ય પ્રકાશ ના કિરણોમાં કામ કરતા હોય તેમના માટે બદામનું સેવન ખુબ જ સારું છે. માટે ત્વચાને બ્લેક માંથી વાઈટ કરવા દરરોજ 4-5 બદામનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત બદામની પેસ્ટ બનાવીને ચહેરા પર લાગવાથી ચમક આવે છે.

વજન ઘટાડે: વજન ઓછું કરવા માટે પણ બદામ ખુબ જ અસરકારક છે. માટે દરરોજ બદામનું સેવન કરવું જોઈએ. જેથી વજન પણ ઘટશે અને શરીરમાં ભરપૂર એનર્જી પણ મળી રહેશે.

ડાર્ક સર્કલ: જો તમને પણ આંખોના નીચે ડાર્ક સર્કલ છે તો તમે બદામના તેલની માલિશ કરવાથી કાળા ડાઘા દૂર થઇ જશે. આ ઉપરાંત બદામનું તેલ વાળમાં લાગવાથી વાળ ખરતા અટકાવે છે અને વાળને મૂળમાંથી મજબુત કરવામાં મદદ કરે છે.

ઉપર જણાવેલ માહિતી એવા લોકો માટે હતી જેમને બદામનું સેવન કરવું જોઈએ. હવે તમને જણાવીશું કે કઈ વ્યક્તિએ બદામનું સેવન ના કરવું જોઈએ.

કબજિયાતની સમસ્યા: જો તમને વારે વારે કબજીયાત ની સમસ્યા હોય તો બદામનું સેવન ના કરવું જોઈએ. કારણકે બદામમાં ફાયબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયા ને અવરોઘ ઉભો કરે છે. બદામનું વધુ સેવન કરવાથી તેમનું પેટ ભરેલું રહેતું હોય તેવું લાગે છે.

વજન વઘારે: બદામનું સેવન કરવાથી વજન ઓછું થાય છે. પરંતુ જમ્યા બાદ બદામનું સેવન કરવાથી જો તમે શારીરિક કસરત ના કરો તો તમારા શરીરમાં ચરબી જમા થવા લાગે છે.જેથી તમારું શરીર વઘવાનું શરુ થઈ જશે.

આપણા શરીરમાં 15 મિલીગ્રામ વિટામિન-ઈ ની જરૂર હોય છે. જો બદામનું વધુ પડતું સેવન કરો તો વિટામિનના પ્રમાણમાં વઘારો થશે. જેથી માથાનો દુખાવો ચક્કર, પેટ ફૂલી જવું જેવી સમસ્યા થઈ શકે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *