ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે તમે એલોવેરા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં તમને એલોવેરાના બનેલા ઘણા ફેસ પેક મળી જશે, જે ખૂબ મોંઘા પણ છે. તમે ઇચ્છો તો એલોવેરા ફેસ પેક ઘરે પણ બનાવી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને એલોવેરા ફેસ પેક બનાવવાની રીત જણાવીશું.
હળદર અને એલોવેરા : આ ફેસપેક બનાવવા માટે એક ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચમચી હળદર, ગુલાબજળ અને મધ ઉમેરો. હવે આ પેસ્ટથી ચહેરા પર મસાજ કરો. 10-15 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો.
દહીં અને એલોવેરા : દહીં અને એલોવેરાનો ફેસપેક બનાવવા માટે, એક ચમચી દહીંમાં 2 ટેબલસ્પૂન એલોવેરા ઉમેરો. તમે અઠવાડિયામાં 2-3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
બેસન અને એલોવેરા : આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લો, તેમાં એલોવેરા જેલ ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો. થોડી વાર પછી પાણીથી ધોઈ લો. તે ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
ચંદન અને એલોવેરા : એક ચમચી એલોવેરા જેલમાં એક ચમચી ચંદન પાવડર મિક્સ કરો. હવે તમે તેમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાને ઠંડક મળે છે.
પપૈયા અને એલોવેરા : આ ફેસ પેક ખીલ, ટેન વગેરેની સમસ્યાથી રાહત આપે છે. તેને બનાવવા માટે, પપૈયાનો એક નાનો ટુકડો મેશ કરો, અને તેમાં એલોવેરા અને ગુલાબ જળ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.
જો તમે આ ફેસપેક બનાવી ત્વચા પર લગાવો છો તો તમારા ચહેરા પર ખોવાયેલી કુદરતી ચમક પાછી આવી જશે. આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચાની બધી જ સમસ્યાઓ દૂર થઇ જશે.