મિત્રો આજના સમયમાં દરેક સ્ત્રી હોય કે પુરુષ બધા પોતાની ત્વચા અને વાળની સંભાળ માટે દર મહિને પાર્લરમાં હજારો રૂપિયાનોઇ ખર્ચ કરે છે. જોકે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે આ ખર્ચ તેઓ બચાવી શકે છે જો તેઓ આયુર્વેદિક ઔષધિ એલોવેરાનું ખાસ રીતે ઉપયોગ કરે.
તમને જણાવીએ કે એલોવેરા એક આયુર્વેદિક ઔષધી છે અને તે ઘણી બીમારીઓને તેમજ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. જો તમે ખાસ રીતે એલોવેરા નો ઉપયોગ કરો છો તો તમારા વાળ અને ચહેરાની ચમક કુદરતી રીતે વધવા લાગશે અને સાથે જ તમારા શરીરમાંથી અનેક નાની મોટી બીમારીઓ પણ દૂર થઈ જશે.
જયારે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે ત્યારે ત્વચા નિષ્તેજ પડી જાય છે અને શરીરમાં અશક્તિ આવી જાય છે. આવી સ્થિતિમાં એલોવેરા નું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. તેના માટે તમારે એલોવેરા જ્યુસનું સેવન કરવું જરૂરી છે.
એલોવેરા વિશે મોટાભાગના લોકો જાણતા હશે પરંતુ ઘણા લોકો એ વાતથી અજાણ છે કે દુનિયાભરમાં 200થી વધુ પ્રકારના એલોવેરા મળે છે પરંતુ તેમાંથી ફક્ત પાંચ પ્રકાર એવા છે જેનો ઉપયોગ કરી શકાય છે. જી હા, એલોવેરા નો ઉપયોગ કરવાથી શરીરમાંથી ગંભીર બીમારીઓ દૂર થઈ જાય છે.
શરીરને આજીવન સ્વસ્થ્ય અને નિરોગી રાખવું હોય તો અઠવાડિયામાં 2 થી 3 દિવસ એલોવેરા જ્યુસ નું સેવન કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો એલોવેરાને ભોજનમાં પણ સામેલ કરી શકો છો. તેનાથી શરીરની બીમારીઓ દૂર થાય છે.એલોવેરા જ્યુસ પીવાથી આખો દિવસ તમારા શરીરમાં ઉર્જા રહે છે.
નિયમિત રીતે એલોવેરા જ્યુસ પીવાથી નબળી પડી ગયેલી પાચન શક્તિ સુધરે છે અને ખોરાક સરળતાથી પચી જાય છે. એલોવેરામાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે. બીમારીઓ દૂર કરવાની સાથે જ જ્યારે તમે એલોવેરા નો ઉપયોગ શરૂ કરો છો તો તેની સીધી અસર તમારી ત્વચા અને વાળ ઉપર પણ દેખાવા લાગે છે.
એલોવેરા નો ઉપયોગ કરવાની સાથે જ તમારી ત્વચા પર કુદરતી ચમક અને નિખાર દેખાશે અને ત્વચા પરના ખીલ, ડાઘ, બ્લેકહેડ્સ બધુ દૂર થવા લાગશે. જો ત્વચા પર વધારે પ્રમાણમાં ખીલ હોય તો તમે એલોવેરા જેલને ચહેરા પર લગાડી પણ શકો છો. વાળમાં એલોવેરા લગાવવાથી વાળ સિલ્કી અને કાળા બને છે.
આજના સમયની સૌથી ગંભીર સમસ્યા છે વજનમાં વધારો. એલોવેરા જ્યુસ નું સેવન કરીને તમે વજન પણ ઘટાડી શકો છો. સવારના સમયે એલોવેરા જ્યુસ પીવાથી તમને કલાકો સુધી ભૂખ લાગતી નથી અને પરિણામે તમે વધારે ખાવાથી બચશો અને તમારું વજન પણ વધતું અટકે છે.