ઊંઘ ન આવતી જેને અનિંદ્રા કહેવામાં આવે છે જે એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યા ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. ઊંઘ ન આવવાની સમસ્યા જેને ઇનસોમેનિયા તરીકે ઓળખવામાં આવે છે તે ઘણા વૃદ્ધોમાં જોવા મળી. આજના સમયમાં અનિંદ્રાની સમસ્યા નાની વયના લોકોમાં પણ જોવા મળે છે.

અનિંદ્રા બે પ્રકારની હોય છે: 1. જ્યારે તમને રાત્રે ઊંઘ ખુબજ ઓછી આવે છે એટલે કે તમે માંડ થોડા કલાકો સુધી સુઈ શકો છે, આ સમસ્યા જ્યારે તમે કોઈ વિષય વિશે ચિંતિત હોવ ત્યારે ઊભી થાય. આ સમસ્યા ફક્ત થોડા અઠવાડિયા માટે જ હોય છે. આ એક સામાન્ય સમસ્યા છે, તેને તીવ્ર અનિદ્રા કહેવામાં આવે છે.

2. જ્યારે તમે એક મહિના કે તેથી વધુ સમયથી રાત્રે સારી રીતે ઊંઘ લેતા નથી, ત્યારે આ સમસ્યા અનિંદ્રાની ગંભીર સમસ્યા છે, તેને ક્રોનિક અનિદ્રા કહેવામાં આવે છે.

અનિંદ્રાની સમસ્યાના કારણો: વધુ ઉંમર થઇ જવી, વધુ પડતો તણાવ, વધુ ચિંતા કરવી, કુટુંબની ચિંતા, ઘરે એકલતા અનુભવવી, ઘરમાં ઝગડો, ઘરમાં કે કુટુંબમાં કોઈનું મૃત્યુ થવું, જાતે જ મનમાં મૂંઝાવું, શરીરમાં દુખાવો થવો જેવો કે સાંધાનો દુખાવો. ઘૂંટણનો દુખાવો વગેરે.

અનિંદ્રા દૂર કરવા માટે ઘરેલું ઉપાય: 1) રાત્રે સૂતાના એક કલાક પહેલા 1 ગ્લાસ દૂધમાં એક ચપટી જાયફળ નાખીને પીવો. જાયફળ વારુ દૂધ પીવાથી તમને ઉંઘતાંની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જશે અને તમારી અનિંદ્રાને દૂર કરવામાં મદદ કરશે.

2) જો તમે ફ્રૂટ ખાવાના શોખીન છે તો રાત્રે સુવાના એક કલાક પહેલા 2 કીવી ખાઓ, જો તમે ઇચ્છો તો દરરોજ ખાઈ શકો છો, કીવીમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે જે તાણ ઘટાડે છે અને ઊંઘ આવવામાં મદદ કરે છે.

 3) દરરોજ રાત્રે સુતા પહેલા એક ચમચી મધ ખાઓ. મધ ખાવાથી તમને સારી ઊંઘ લેવામાં મદદ કરશે. 4) રાત્રે સૂતા એક કલાક પહેલા 2 થી 3 કેળા ખાવાથી તમને અનિંદ્રા દૂર થાય છે. 5) રાત્રે સુતા પહેલા એક એકદમ ઓછા ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી સફરજનનો સરકો મિક્સ કરવાથી અનિંદ્રા દૂર થાય છે.

6) દિવસમાં એકવાર આખા શરીર પર નારિયેળ તેલની માલિશ કરવાથી પણ અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. 7) જયારે પણ સુવા જાઓ છો તેના 5 મિનિટ પહેલા તમારા હાથ, પગ અને મો ને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. આ ઉપરાંત સુતા પહેલા ચા અથવા કોફી ક્યારેય પીશો નહીં કારણ કે તે ઊંઘને દૂર કરવામાં મદદ કરે છે.

9) જ્યારે તમે સૂઈ જવા પથારીમાં જાવ ત્યારે સૂતા હોવ ત્યારે ધીમે ધીમે તમારા નાકથી શ્વાસ અંદર લો અને બહાર કાઢો. જ્યાં સુધી તમે આ કરી શકો ત્યાં સુધી તેને 4-5 સેકંડ સુધી ખેંચો, પછી તમારી ક્ષમતા અનુસાર તેને 7-8 સેકંડ સુધી રાખો, પછી તેને 8-9 સેકંડ માટે છોડી દો.

આ તમને ઘણું આરામ અને ઊંઘ આવવાની પ્રક્રિયામાં મદદ કરશે. અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. જો તમે અનિંદ્રાની વધુ સમસ્યા છે તો કોઈ પણ ઉપાય કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. તમને અમારી માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *