જો તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરો છો અને તમારા સારા સ્વસ્થ માટે કોઈ નાસ્તો શોધી રહ્યા છો તો તમે સુકામેવાનું સેવન કરી શકો છો. બધા લોકો જાણે છે કે સુકામેવામા પોષક તત્વો ભરપુર માત્રામાં રહેલા છે જે આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.
સુકામેવામાં બદામ, સોપારી, મગજતરીના બીજ, કાજુ વગેરેનો સમાવેશ થાય છે. આ જ રીતે સુકામેવામાં અંજીર નો પણ સમાવેશ થાય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે બદામ પછી અંજીરને શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ માનવામા આવે છે.
અંજીર શરીરને ઘણી રીતે ઉપયોગી છે થાય છે જેમકે વજન ઘટાડવા, ડાયાબિટીસ, હૃદયને સ્વસ્થ રાખવા, રોગપ્રતિકારક શક્તિ વધારવામા અને કેન્સરને રોકવામા મદદ કરે છે. તો આજે અમે તમને રોજ માત્ર 2 પલાળેલા અંજીર ખાવાના ફાયદાઓ વિશે જણાવીશું.
અંજીર ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. પરંતુ તેની તાસીર ગરમ હોવાને લીધે સ્ત્રીઓ તે ખાવાનુ ટાળે છે અને શિયાળામા જ તેને ખાય છે. પરંતુ મહિલાઓએ અંજીર દરેક સીઝનમા ખાવુ જોઈએ.
તમને જણાવી દઈએ કે પલાળેલા અંજીર ફાઇબરથી ભરપૂર હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ રાખવામાં મદદ કરે છે અને કબજિયાતથી રાહત પણ આપે છે. અંજીર વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. અંજીર વિટામિન એ, બી 1 અને બી 2, મેંગેનીઝ અને પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને ફોસ્ફરસ જેવા ઘણા વિટામિન અને ખનિજોથી ભરપૂર છે.
અંજીરમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોલ્સ છે, જે એન્ટી-ઓક્સિડેન્ટ્સ છે જે તમને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. અંજીરમાં સારી માત્રામાં તાંબુ, સલ્ફર અને કલોરિનની હોય છે. જો એક અઠવાડિયા સુધી અંજીર ખાવામાં આવે તો કફની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે.
આ માટે રોજ રાત્રે સૂતાં પહેલાં અંજીર ખાઈ લેવું. જો તમે ઈચ્છો તો તેને દૂધમાં ઉકાળીને પણ તેનું સેવન કરી શકો છો. અંજીરનું સેવન કરવાથી શરીરમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે. અંજીર લોહીના રોગોમાં પણ ખુબજ સારું પરિણામ આપે છે.
દરરોજ સૂતા પહેલા 3 નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ ના 10 થી 15 નંગ લઈ એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર પછી થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ પણ ચાવીને ખાઈ જવી. અંજીરમા સારા પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે.
અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી મોટી ઉમર થયા બાદ જે લોકોને શ્વાસ કે દમની સમસ્યા રહેતી હોય તે લોકો માટે એટલે કે દમના દર્દીઓ ખુબ લાભદાયક છે. 5 ગ્રામ જેટલા અંજીર અને ગોરખ આમલી લઈ, એક સાથે ચાવી ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ કે દમ બેસી જાય છે, આમ આ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
જે લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા રહેતી હોય તે લોકો માટે અંજીર ઘણું લાભદાયી છે. જે લોકોને શરીર પર વધારાની ચરબી જોવા મળે છે તે લોકો માટે અંજીર શરીરની વધારાની ચરબી દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ઘણા લોકોના હાથ-પગ લોહીની ઉણપના કારણે સુન થઇ જતા હોય છે તે લોકો માટે અંજીર ખાવાથી ફાયદો ફાયદો થાય છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.