આપણા શરીરનો સૌથી મહત્વનો અંગ આંખો છે. જે આખી દુનિયા જોઈ શકે છે. પરંતુ આપણી વ્યસ્ત જીવનશૈલી અને આપણી અનિયમિત ખાણી પીણી ના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. હાલના સમયમાં સૌથી વધુ ટેક્નોલોજી વઘી ગઈ છે.
તેવામાં સૌથી વધુ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે દિવસમાં સતત 8-10 કલાક કોમ્યુટર પર બેસીને ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ જેના કારણે આપણી આંખોને પૂરતો આરામ મળતો નથી. જેના લીઘે માથાનો દુખાવો પણ થતો હોય છે.
આ ઉપરાંત જયારે આપણે ઓફિસમાંથી ઘરે આવીએ છીએ ત્યારે પણ આપણે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે આપણી આંખો પણ ભારે ભારે રહેતી હોય તેવું લાગે છે. ઘણી વખત વઘારે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી આંખોમાંથી પાણી આવવાનું પણ શરૂ થઈ જાય છે.
હાલના સમયમાં નાની ઉંમરના બાળકોને પણ આંખોના નંબર આવતા હોય છે. કારણકે હાલના સમયમાં મોટાભાગે નાના બાળકો સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે. જેના કારણે બાળકોની આંખો જલ્દી નબળી પડી જાય છે અને આંખોના નંબર પણ આવી જાય છે. એટલા માટે આપણે નાની ઉંમરના બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખુબ જરૂરી છે.
ઘણી વખત આંખોની કમજોરી આપણા શરીરમાં વિટામિન-એની ઉણપના કારણે પણ થતી હોય છે. શરીરમાં વિટામિન-એ ની ઉણપના કારણે પણ વઘતી ઉપરે આંખો નબળી પડતી હોય છે જેના કારણે આંખોમાં દેખાવાનું ઓછું થઈ જાય છે અને ઓતિયાની સમસ્યા પણ થાય છે.
માટે આંખોની કમજોરીને દૂર કરવા માટે આપણે વિટામિન-એ થી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. જેથી આંખોનું તેજ પણ વઘશે જેથી આંખોની કમજોરી પણ દૂર થઈ જશે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે આંખોના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખશે અને નબળાઈને દૂર કરશે.
આમળાં: આમળાં આંખો માટે સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે. આમળામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જે આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટે રોજે સવારે ઉઠીને એક આમળાનું સેવન કરવું જોઈએ. જેથી આંખોનું તેજ વધે અને વધતી ઉંમરે આંખોની જે કમજોરી રહેતી હોય તો તેને પણ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત રોજ એક આમળાનું સેવન કરવાથી વાળ અને ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઈલાયચી: ઈલાયચી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ઈલાયચી આંખોને થડક આપવાનું કામ કરે છે. માટે રોજે એક ઈલાયચીનો ભૂકો કરી એક ગ્લાસ દૂઘમાં મિક્સ કરીને પીવાથી આંખોનું તેજ વઘે છે. થાકેલી આંખોને આરામ આપવા માટે દૂઘ અને ઈલાયચી ફાયદાકારક છે. જે આંખોની કમજોરીને દૂર કરે છે.
લીલા શકભાજી: લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. માટે તમે દિસવમાં એક વખત આહારમાં લીલાપાંદડા વાળા શાકભાજીનો સમાવેશ કરવો જૉ. રોજે લીલા પાન વાળા શાકભાજી ખાવાથી આપણી આંખોને જરૂરી વિટામિન મળી આવે છે. જે આપણી આંખોનું તેજ બનાવી રાખવામાં મદદ કરે છે. જેથી વઘતી ઉંમરે પણ દેખાવાનું ઓછું થતું નથી.
ગાજર: ગાજર આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ગાજરમાં સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે. માટે રોજ એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીવો જોઈએ જેથી આંખોમાં આવેલ ચશ્મા પણ ઉતરી જશે અને સાથે આંખોનું તેજ પણ વઘશે. માટે કમજોર પડી ગયેલ આંખો માટે ગાજરનું જ્યુસ પીવું જોઈએ જે આંખોની કમજોરી દૂર કરી દેશે.
આ ઉપરાંત આંખોના નંબર હશે તો પણ દૂર થઈ જશે. વઘતી ઉંમરે આંખોને તેજ બનાવી રાખવી હોય તો આ વસ્તુનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દરેક વસ્તુ આપણા સ્વાસ્થ્યને તો સ્વસ્થ રાખે છે ઉપરાંત આંખો માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ વસ્તુનું સેવન વઘતી ઉંમરે પણ આંખોનું તેજ ઓછું નહીં થવા દે.