આજકાલ અનિયમિત ખાનપાન, વધુ પડતા સ્માર્ટફોનનો ઉપયોગ, ટીવી વગેરેના કારણે લોકોને નાની ઉંમરમાં જ ઝાંખુ દેખાવા લાગે છે અને ક્યારેક આંખોની રોશની પણ જતી રહે છે. પરંતુ જો યોગ્ય સમયે ખાવા-પીવાનું લેવામાં આવે તો આંખોના રોગોથી બચી શકાય છે .
આયુર્વેદમાં એવી ઘણી પદ્ધતિઓ છે, જેની મદદથી તમે તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો, અને આંખોની રોશની વધારી શકો છો, તો ચાલો જાણીએ આંખોની રોશની વધારવાની રીતો વિષે .
જો આંખોમાંથી ઝાંખી દેખાતું હોય તો રાત્રે સૂતા પહેલા ત્રિફળાના ચૂર્ણને પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ આ પાણી આંખોમાં છાંટો. સતત એક મહિના સુધી આમ કરવાથી આંખોની રોશની વધશે અને ઝાંખુ દેખાતું દૂર થશે. .
જો આંખોમાં ઓછું દેખાતું હોય અને આંખોમાંથી પાણી પડતું હોય તો આમળાના પાવડરને પાણીમાં પલાળી રાખો અને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરો. તેનાથી આંખોની રોશની વધશે અને આંખોમાંથી પાણી પડવાનું બંધ થઈ જશે.
વરિયાળી જડી-બૂટ્ટી તરીકે કામ કરે છે. વરિયાળી પોષક તત્ત્વ અને એન્ટીઑક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. એક ગ્રાઇન્ડરમાં એક કપ બદામ, વરિયાળી અને ખાંડ મિક્સ કરો અને આ ત્રણેયને દળી લો.
રાત્રે સૂતાં પહેલા એક ચમચી આ ચૂર્ણને એક ગ્લાસ દૂધની સાથે મિક્સ કરીને પીવો. આ ઉપાય 35 દિવસો સુધી અજમાવી જુઓ અને પોતાની દ્રષ્ટિમાં થતો સુધારો જુઓ.
50 ગ્રામ ત્રિફલા પાવડર અને 50 ગ્રામ ખાંડ મિક્સ કરીને તેને લો. જો તમે તે ખાઈ શકતા નથી તો તેની સાથે ગરમ દૂધ અથવા મધ સાથે લો. દરરોજ તેનું સેવન કરવાથી તમને ફાયદો થશે.
જો આંખોથી ઝાંખુ દેખાતું હોય, આંખો લાલ થઈ જતી હોય અને આંખોમાંથી પાણી પડતું હોય તો ગાજરના રસમાં ટામેટાંનો રસ મેળવીને પીવાથી આંખની અનેક સમસ્યાઓ દૂર થાય છે અને સ્પષ્ટ દેખાવા લાગે છે .
રોજ પાલકનો રસ પીવાથી આંખની સમસ્યાઓ જેવી કે ઝાંખી દેખાવા, આંખોમાં પાણી આવવું, આંખોની સામે અંધારું આવવું વગેરે પરેશાનીઓથી મુક્તિ મળે. આંખોની રોશની વધારવા માટે દરરોજ કાચા લીલા શાકભાજી સલાડના રૂપમાં ખાવાથી આંખોની રોશની જલ્દી વધે છે .