“દરરોજ એક સફરજન ખાશો તો તમે ડોક્ટરથી દૂર રહી શકશો” આ કહેવત તમે ઘણી વાર સાંભળી હશે, જે સાચી પણ છે. કારણકે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે.
તમે ઘણા લોકોને જોતા હશો જે સફરજનની છાલ છોલીને સફરજન ખાય છે, જેની પાછળ સ્વચ્છતા અને સ્વાદને લગતી સમસ્યા હોય છે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે સફરજનની છાલ ઉતારવાથી તમને ઘણા પોષક તત્વો મળતા નથી.
સફરજનના પલ્પમાં ફાઈબર, વિટામિન-એ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે, આ સાથે છાલમાં ઘણા ગુણો હોય છે.
સફરજનની છાલ કાઢ્યા વગર તેને ખાવાથી થતા ફાયદા: ફેફસાંનું રક્ષણ કરે: સફરજનની છાલમાં ક્વેર્સેટિન હોય છે, જે બળતરા વિરોધી સંયોજન છે જે ફેફસાંને અનેક રોગોથી બચાવે છે.
હૃદય સ્વસ્થ રાખે: સફરજનની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.
વજન ઘટાડવા: સફરજનની છાલ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને તમને વધુ પડતું ખાવાથી બચાવે છે. વર્કઆઉટ સાથે, જો તમે તમારી કેલરીની માત્રા ઓછી કરો છો, તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
પાચન તંત્ર સ્વસ્થ રાખે: સફરજનની છાલમાં વજન ઘટાડવાના ફાયદા પાછળનું કારણ એમાં હાજર ફાઇબર છે, જે હેલ્ધી લીવરને જાળવવાની સાથે હાડકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓમાં પાચનમાં સુધારો કરે છે તેમજ કબજિયાત, ગેસ અથવા પેટનું ફૂલવું સાથે સંઘર્ષ કરતા લોકો માટે અસરકારક સાબિત થાય છે.
વિટામિન્સનો ભરપૂર સ્ત્રોત: સફરજનમાં વિટામિન A, K અને C ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે સફરજનને કિડની, હૃદય, મગજ, ત્વચા અને હાડકાના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક બનાવે છે.
જો તમે પણ સફરજનને છાલ કાઢીને ખાવાની ભૂલ કરો છો તો હવેથી હંમેશા માટે સફરજનને છાલ સાથે ખાવાનો આગ્રહ રાખો જેથી તમને તેને બધા જ પોષકતત્વો મળી રહે અને તમે તેના બધા ફાયદા મેળવી શકો.