આપણે જાણીએ છીએ કે સંધિવા એ હાડકાના સાંધા સાથે જોડાયેલી સમસ્યા છે. આ રોગના કારણે અસરગ્રસ્ત વ્યક્તિને સોજો આવે અને પીડાદાયક દુખાવો થાય છે. આ રોગ શરીરમાં યુરિક એસિડ વધવાને કારણે થાય છે અને યુરિક એસિડ વધવાના ઘણા કારણો હોય છે.
સંધિવા શું છે: તમારી રોગપ્રતિકારક શક્તિ, ખાસ કરીને સંક્રમણ સામે લડે છે. જ્યારે કોશિકાઓ પર હુમલો થાય છે, ત્યારે સાંધામાં સોજો, જકડાઈ જવું અને દુખાવો થાય છે. આ સ્થિતિને સંધિવા કહેવાય છે.
અત્યારના સમયમાં સંધિવાની બિમારીથી ઘણા લોકો પરેશાન છે. લોકો તેની સારવાર માટે ઘણી દવાઓ આશરો લે છે, જ્યારે ઘણા લોકો દેશી નુસ્ખા પણ અપનાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ રોગ બેક્ટેરિયા અને વાઈરસથી થાય છે, જે પૂરતા પ્રમાણમાં શુદ્ધ ખોરાક ન લેવાથી થઈ શકે છે.
સંધિવાનું કારણ: વિટામીન ડી અને હિમોગ્લોબીનના કારણે સંધિવા થાય છે. પહેલા આ સમસ્યા 30 વર્ષથી વધુ ઉંમરના લોકોને થતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે. સંધિવા રોગ પણ સામાન્ય છે. આર્થરાઈટિસનું કારણ ગમે તે હોય, પણ ઋતુમાં બદલાવને કારણે તેના પર ઘણી અસર પડે છે.
લક્ષણ: સંધિવા શરીરના સાંધાઓને અસર કરે છે. તે ધીમે ધીમે વધતું જાય છે, ક્યારેક આ પીડા અસહ્ય બની જાય છે. દર્દીને હલનચલન કરવામાં તકલીફ થાય છે, સ્નાયુઓમાં દુખાવો અથવા શરીરનો દુખાવો એ પણ તેનું લક્ષણ છે. વળી, જો આપણે થોડે દૂર દોડીએ તો સાંધામાં દુખાવો થાય છે, આ પણ સંધિવાના લક્ષણોમાં આવે છે.
જો તમને સંધિવાની સમસ્યા છે તો તમારે તેની સારવારમાં ધીરજ રાખવાની જરૂર છે. તમારે ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહેવું જોઈએ. તમને જણાવીએ કે આયુર્વેદમાં વાયુનાશક એરંડિયું સંધિવામાં ખૂબ જ ફાયદાકારક છે.
સૂંઠમાં ઉકાળા સાથે એરંડિયું વૈદ્યકિય સલાહ મુજબ લેવું. એરંડિયું જકડાઈ ગયેલા સાંધાઓને છૂટા પાડવાનું કામ કરે છે. સંધિવામાં થોડું હલનચલન કરતાં રહેવું જરૂરી છે. સાવ બેસી રહેવું અથવા નિષ્ક્રિય ન રહેવું જોઈએ, જેથી સાંધાઓ એકદમ જકડાઈ ન જાય.
હવે જાણીએ સંધિવામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ: સંધિવા અથવા વાની સમસ્યાથી પીડિત વ્યક્તિએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ. ખાસ કરીને ચોમાસામાં ઉકાળ્યા વગર પાણી પીવું જ ન જોઈએ. રોજ દૂધ પીવું. હળવો-અને સરળતાથી પછી જાય તેવી ખોરાક ખીચડી, બાજરો, જવ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, તજ, કોથમીર લઈ શકાય છે.
આ ઉપરાંત ખાટી વસ્તુઓ જેવી કે આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવી જોઈએ. આ સાથે સાથે કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારનું વ્યસન છોડી દેવું જોઈએ. જયારે ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં.
સંધિવાનો ઉપાય: જો તમે સરસવના તેલની મદદથી પેસ્ટ બનાવીને તેને નિયમિત રીતે લગાવો તો આર્થરાઈટિસની સમસ્યા દૂર થઈ શકે છે. સરસવના તેલમાંથી બનેલી પેસ્ટ તૈયાર કરવા માટે એક કાચના બાઉલમાં 1 ચમચી પીસેલી સરસવ, તેલ, 1 ચમચી મધ, 1 ચમચી મીઠું, 1 ચમચી સોડિયમ બાયકાર્બોનેટ (આ પાવડર બેકિંગ પાવડરમાં પણ હોય છે) લઈને પેસ્ટ તૈયાર કરો.
આ પેસ્ટ નિયમિત રીતે લગાવવાથી તમને દુખાવામાં રાહત મળશે. જો તમે પણ સંધિવાની સમસ્યાથી પરેશાન થઇ ગયા હોવ તો આ દેશી ઉપાય કરી શકો છો. જો તમે માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો.