આપણે જણાએ છીએ કે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આહાર અને જીવનશૈલી યોગ્ય રાખવી સૌથી જરૂરી છે. આપણા આહાર અને જીવનશૈલીમાં કોઈપણ પ્રકારની ગરબડ અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે.
જો આપણે પાછલા સમય માટે વધતા જતા રોગોની યાદી પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે મોટા ભાગના રોગો આહાર અને જીવનશૈલીની ખામી સાથે સંકળાયેલા છે, એટલે કે જો તેમાં સુધારો કરવામાં આવે તો જીવનને સ્વસ્થ બનાવી શકાય છે.
પરંતુ આજના મોટાભાગના લોકો જાણતા નથી કે દરરોજ આપણે જાણતા-અજાણ્યે, એવા ઘણા કાર્યો કરતા હોઈએ છીએ, જેના કારણે આપણા શરીરમાં રોગોનું જોખમ વધી જાય છે.
નિષ્ણાતો કહે છે કે આપણા બધામાં એક ખરાબ ટેવો છે જેને તોડવી મુશ્કેલ છે. ક્યારેક આપણને ખ્યાલ પણ નથી હોતો કે આ આદતો આપણા શરીરને ગંભીર રીતે બીમાર કરી શકે છે.
હ્રદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પ્રજનન સંબંધી વિકૃતિઓ, માનસિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ માટે આપણી ખોટી જીવનશૈલીની આદતોને મુખ્ય માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કેટલીક ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવા માટે આપણે કઈ આદતોથી દૂર રહેવું જોઈએ.
આલ્કોહોલ અને સિગારેટ: દારૂ અને સિગારેટ પીવાની આદત માણસના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને ગંભીર અસર કરે છે. ઘણા લોકો માણતા હોય છે ઓછી માત્રામાં સેવન કરવાથી કઈ નુકશાન થતું નથી પરંતુ તે તેમની મોટી ભૂલ છે. થોડી માત્રામાં પણ એનું સેવન કરવાથી ગંભીર નુકસાન થઈ શકે છે.
સિગારેટ ફેફસાં અને હૃદય સહિત મગજને લગતી ઘણી બીમારીઓ માટે જાણીતી છે, તેવી જ રીતે આલ્કોહોલનું સેવન શરીરના ઘણા અંગોને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ આદત છોડીને, તમે ઘણા ગંભીર રોગોના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો.
ઊંઘનો અભાવ: જે લોકો દરરોજ રાત્રે પૂરતી ઊંઘ લેતા નથી અથવા જેઓ રાત્રે 6 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે. ઊંઘનો અભાવ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, ડિપ્રેશન, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિઓ તરફ દોરી શકે છે.
પુખ્ત વયના લોકોને દરરોજ રાત્રે 7-8 કલાકની ઊંઘની જરૂર હોય છે. વહેલા પથારીમાં જઈને સુવાનો પ્રયાસ કરો અને પૂરતી ઊંઘ લો જેથી તમારું શરીર શ્રેષ્ઠ રીતે કાર્ય કરી શકે.
બેઠાડુ જીવન: વ્યાયામ, કસરતનો અભાવ અથવા લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાની આદત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. બેઠાડી જીવનશૈલી માત્ર સ્નાયુઓને જ કમજોર નથી બનાવતી.
પરંતુ અન્ય અનેક પ્રકારની બીમારીઓનું જોખમ પણ વધારે છે. આવા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ, ઓસ્ટીયોપોરોસીસની સમસ્યા ખૂબ જ વધી જાય છે.
પાણી ઓછું પીવું: જો તમે પણ ઓછું પાણી પીવો છો તો તે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. ડૉક્ટરો કહે છે કે પુખ્ત વયના લોકોએ દરરોજ સરેરાશ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
આ તમારી ઉંમર, શારીરિક પ્રવૃત્તિ, એકંદર આરોગ્ય અને હવામાન પરિસ્થિતિઓના આધારે બદલાઈ શકે છે. પાણી ન પીવાથી કિડની-લિવર સહિત સમગ્ર આરોગ્ય પર ગંભીર નકારાત્મક અસરો થઈ શકે છે.
અહીંયા જણાવેલી ખોટી આદતો જો તમે સુધારો છો તો તમે સ્વસ્થ્ય રહી શકો છો અને ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. આવી જ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.