આપણી ભાગદોડ ભરી જીંદગી અને આપણા ખોટા ખાનપાન ના કારણે મોટાભાગે એસીડીટીની સમસ્યા થતી જોવા મળે છે. એસીડીટી થવાના કારણો અને એસિડિટીથી છુટકાળો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
એસીડીટી થવાના કારણો: એસિડિટિ થવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે. જેમકે, વધારે મસાલા વાળું ખાવું, તળેલું ખાવું, મોડી રાહત સુધી જાગવું, અનિયમિત સમયે આહાર લેવો, ભૂખ્યા રહેવું આવા ઘણા બઘા કારણોના લીધે એસીડીટીની સમસ્યા થતી હોય છે.
વઘારે તીખું અને તળેલું ખાવાથી આપણા હોજરીમાં એસિડના પ્રમાણ વઘારો થાય છે. એસિડનું પ્રમાણ વધવાથી ખાટા ઓટકાળ આવતા હોય છે. જેના કારણે એસીડીટીની સમસ્યામાં વઘારો થાય છે.
એસીડીટી દૂર કરવાના ઘરેલુ ઉપચાર: એસીડીટીની સમસ્યા હોય તો જમ્યા પછી ફ્રિઝના ઠંડા પાણીનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત જમતી વખતે કે જમ્યા પછી ઠંડા પીણાં જેવા કે કોકો, પેપ્સી, થમ્સઅપ જેવા પીણાંનું સેવન બિલકુલ આ કરવું જોઈએ.
એક ચમચીનો 1/4 ભાગ અજમો અને એક ચમચીનો 1/4 ભાગ જીરું આ બંનેને મિક્સ કરીને પારાખાણીમાં નાખી ચૂરણ પાવડર બનાવી લો. હવે એક ગ્લાસ નવશેકું પાણી ગરમ કરીને ચૂરણ પાવડર મિક્સ કરીને સવારે નરણાકાંઠે અને રાત્રે સુતા પહેલા પી જવાનું છે. આ ઉપાય કરવાથી એસીડીટીની સમસ્યામાં ઘણી રાહત મળશે.
એસીડીટીની સમસ્યા માં વરિયાળી અને સાકાર ખવાઈ જોઈએ. આ માટે બપોરે અને રાત્રીના ભોજન પછી મુખવાસમાં વરિયાળી અને સાકાર ના મિક્ષણનું સેવન કરવાનું રહેશે. આ રીતે મુખવાસ નું સેવંન કરવાથી પેટમાં થતી એસિડિટીમાં ઘણી રાહત મેળવી શકાય છે.
સૌથી પહેલા એક ગ્લાસ પાણી ને ગરમ કરી લો, હવે તેમાં એક ચમચી દેશી ઘી મિક્સ કરી લેવું. હવે આ પાણીને સવારે ઉઠીને ખાલી પેટ પી જવાનું છે. આ પીણાંનું સેવન કરવાથી એસિડિટીમાં રાહત મેળવી શકાય છે.
દરરોજ સવારે ઉઠીને વાસી મોઠે તુલસી ના પાન નું સેવન કરવાનું છે. આ પાનનું સેવન ચાવી ચાવીને કરવાથી એસિડિટીમાં દૂર થાય છે. તુલસીમાં ઔષધીય ગુણ મળી આવે છે. તુલસીનું રોજ સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે મોટાભાગની બીમારીને દૂર કરવામાં તુલસી ખુબ જ ઉપયોગી સાબિત થશે.
એસીડીટીની સમસ્યા માં દૂધ ખુબ જ અસરકારક છે. આ માટે કાચા દૂઘ નું સેવન કરવાનું છે. કાચા દૂધ માં એવા કેટલાક તત્વો મળી આવે છે જે એસીડીટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
એસીડીટીની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિએ જમ્યા પછી 30 મિનિટ સુઘી પાણીનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત જમ્યા પછી કે આખા દિવસ દરમિયાન ફ્રિઝના ઠંડા પાણીનું સેવન ના કરવું જોઈએ. જમ્યા પછી ગરમ પાણીનું સેવન કરવાથી એસીડીટીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.