મહિલાઓમાં કમરની પીડા થવી કે કમરની સમસ્યા થવી એ ખુબજ સામાન્ય સમસ્યા છે.કમરની સમસ્યા થવાથી સ્ત્રીઓ ઘરનું કામ કાજ પણ કરી શકતી નથી. ઘણી વાર તો કમરની પીડા ખુબજ વધી જાય છે જેના, કારણ કે તેઓ બેડમાંથી ઉઠી પણ શકતી નથી. સ્ત્રીઓમાં કમરની તકલીફ થવાના ઘણા કારણ હોઈ શકે છે.

સૌથી પહેલું કારણ હાર્મોન્સ અસંતુલન, શરીરમાં કેલ્શિયમની ઉણપ અને ત્રીજું વધુ કામ કરવાને કારણે આરામ ન કરવો. ઘણા લોકો કમર દર્દથી રાહત મેળવવા માટે ગોળી ખાતા હોય છે પરંતુ જો તમે પણ કમરની સમસ્યાથી પીડાઈ રહ્યાં છો અને ગોળીઓ ખાવા ઇચ્છતા નથી તો તમે ઘરેલુ ઉપાય કરીને રાહત મેળવી શકો છો. તો ચાલો જાણીએ રામબાણ સાબિત થતા ઉપાયો વિષે.

હર્બલ મલમ વડે કમરની મસાજ કરો: કમર દર્દ વારંવાર થવાથી અને વધુ થવાથી તમે એવા ઉપાય વિષે વિચારો છો જે ખુબજ ઝડપથી તમને રાહત આપે. આ માટે તમે ઘરેજ બનાવેલા બામનો ઉપયોગ કરી શકો છો. ઘરે બનાવેલો હર્બલ બામખુબજ ઝડપથી તમારી પીડાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આ બામને લઇ તમારી પીઠની મસાજ કરો. આ બામ એક ગરમી પેદા કરશે જે પીડા દૂર કરવા માટે ઝડપથી મદદ કરશે.

આ બામ બનાવવા માટેની રીત: એક વાટકી ફુદીનાનું તેલ લો. તેમાં એક અજમો નાખો. ત્યારબાદ બંને ને ગેસ પર રોસ્ટ કરો. તેમાં થોડું કપૂર ઉમેરો. બધી વસ્તુ સારી રીતે રોસ્ટ થઇ ગયા પછી તેને એક ડબ્બામાં પેક કરી લો. આ બામને જયારે કમર દર્દ થાય ત્યારે લગાવો.

મહુડાનાં તેલથી કમરની માલિશ કરો: મહુડાનાં તેલમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે માલિશ કરવાથી જૂનો દુખાવો પણ દૂર થઈ જાય છે. જો તમને સતત પીઠનો દુખાવો થતો હોય તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા મહુડાનાં તેલથી તમારી પીઠની માલિશ કરવી જોઈએ.

મહુડાનાં તેલમાં બળતરા વિરોધી ગુણધર્મો સ્નાયુઓમાં ગરમી ઉત્પન્ન કરે છે અને સોજો અને દુખાવો દૂર કરે છે. તમારે મહુડાનાં તેલનો ઉપયોગ કરવા માટે બીજું કઈ વધુ કરવાની જરૂર નથી, તમારે ફક્ત મહુડાનું તેલ લેવાનું છે અને તેને થોડું ગરમ કરીને તમારી કમરની માલિશ કરવાની છે.

લવિંગમાંથી બનાવેલો મલમ: જો તમને નિયમિત પીઠના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તમારે લવિંગમાંથી બનાવેલ બામનો ઉપયોગ કરવો જોઈએ. લવિંગમાં બળતરા વિરોધી ગુણ હોય છે. જે દર્દથી રાહત મેળવવામાં મદદ કરે છે. લવિંગને ગાયના ઘીમાં બનાવવામાં આવે છે, જે ઓમેગા -6 થી ભરપૂર છે.

તે તમારા હાડકાં અને સ્નાયુઓમાં ભેજ લાવવા માટે લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. તે તમારા હાડકામાં લવચીકતા લાવે છે અને પીડા ઘટાડે છે. આ બામ બનાવવા માટે, તમારે ફક્ત બે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે.

આ બામ બનાવવા માટે ગાયનું ઘી લો અને તેમાં લવિંગ પાવડર નાખીને પકાવો. તે સારી રીતે રંધાઈ જાય પછી તેને એક ડબ્બામાં બંધ કરીને ફ્રીજમાં રાખો. જો તમે ઈચ્છો તો તેને બહાર પણ રાખી શકો છો. હવે આ મલમથી કમર પર મસાજ કરો.

નીલગિરીના તેલનો ઉપયોગ કરો: હૂંફાળા પાણીથી ભરેલી ડોલમાં નીલગિરી તેલના થોડા ટીપાં ઉમેરો. આ પાણીથી દરરોજ સ્નાન કરો અથવા આ પાણીથી તમારી કમરને ભીંજાવો. આ રીતે આ તેલનો ઉપયોગ કરવાથી, તમારી ચેતા અને સ્નાયુઓને આરામ મળે છે અને પીઠનો દુખાવો દૂર થઈ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *