આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હવે કોરોના વાયરસ ફરી તેની કહેર મચાવી રહ્યો છે. હજુ પણ ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી કરોડરજ્જુ પર ખરાબ અસર પડે છે. ઘરેથી કામ કરતા લોકોમાં આ એક મોટી સમસ્યા બની ગઈ છે.

ઘરે યોગ્ય રીતે બેસી ન શકવાને કારણે અને સતત કામ કરવાને કારણે મોટાભાગના લોકો કમરના દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. આખો દિવસ કોમ્પ્યુટર પર જોવું અને એક જગ્યાએ બેસીને કામ કરવાથી આ સમસ્યા થાય છે.

જો કે પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે, સામાન્ય રીતે લાંબા સમય સુધી કામ કરતા દરમિયાન વચ્ચે થોડો વિરામ લેવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ આ સિવાય અમે તમને ત્રણ યોગાસનો વિશે જણાવી રહ્યા છીએ જે તમારી કમરને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

1. શવાસન કરોડરજ્જુને આરામ આપવા માટે : શવાસન કરીને પીઠના દુખાવામાંથી રાહત મળી શકે છે કારણ કે તમે તમારી કરોડરજ્જુને સીધી કરીને આરામ કરો છો. અહીંયા અમે તમને લાંબા સમય સુધી બેસવાના કલાકો વચ્ચે દિવસમાં એક કે બે વાર શવાસન કરવાની સલાહ આપીએ છીએ.

back pain treatment in gujarati

કરવાની રીત : શવાસન કરવા માટે પલંગમાં સીધા સૂઈ જાઓ. હાથ અને પગ ખુલ્લા છોડી દો. તમારા શરીરને સંપૂર્ણપણે ઢીલું છોડવું પડશે. મનને શાંતિ આપો અને તણાવમુક્ત બની જાઓ.
પછી ધીમે ધીમે લાંબા શ્વાસ લો અને તેને છોડો. 10 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો. પછી ધીમે ધીમે બેસો અને તમારી આંખો ખોલો.

2. પીઠના તાણ માટે ગરુડાસન : આ આસનને ઇગલ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થિતિ સાથે તમે તમારી કરોડરજ્જુને રીબૂટ કરી શકો છો અને પીઠના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

back pain treatment in gujarati

કરવાની રીત: સૌથી પહેલા સીધા ઊભા રહો. ધીમેધીમે તમારા ડાબા પગને જમણા પગની આસપાસ આગળથી પાછળ સુધી લપેટો. જો એકવાર સંતુલન બની જાય, પછી ડાબા હાથને જમણા હાથની આસપાસ, ખભાના લેવલ પર, ચહેરાની સામે લપેટો. હથેળીઓને એકબીજા સાથે જોડો. 6-8 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને ધીમે ધીમે આ સ્થિતિમાંથી બહાર આવો. બીજા પગ સાથે પણ તે જ કરો.

3. કરોડરજ્જુ માટે ધનુરાસન : ધનુરાસન કરવાથી તમારી કમરના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે અને તેને નિયમિત કરવાથી કરોડરજ્જુ એકદમ મજબૂત થઈ શકે છે. તો ચાલો જાણીયે કે કેવી રીતે કરી શકાય.

back pain treatment in gujarati

કરવાની રીત : સૌથી પહેલા પેટ પર સૂઈ જાઓ. બંને પગ ભેગા કરીને ઘૂંટણ પર વાળો. તમારા શરીરના ઉપલા ભાગને પગ તરફ અને પગને માથા તરફ ઉઠાવવાનું શરૂ કરો. શરીરનો બધો ભાર નાભિ પર પડવા દો અને થોડીવાર આ સ્થિતિમાં રહો. પછી આરામની સ્થિતિ સાથે જૂની પોઝિશનમાં પાછા જાઓ.

તો તમે દરરોજ થોડો સમય કાઢીને આ યોગાસનો કરીને તમારી પીઠને મજબૂત બનાવી શકો છો. જો તમને આવી ફિટનેસ સંબંધિત વધુ માહિતી મેળવવા માંગતા હોય તો ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *