આપણા મોંની અંદર કેટલાક સુક્ષ્મજીવો હોય છે. જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમની પ્રવૃત્તિ વધે છે. તેઓ કેટલાક એસિડ છોડે છે. જો આપણે આપણા દાંતને બરાબર સાફ ન કરીએ તો મોઢામાંથી દુર્ગંધ આવે છે. ઘણા લોકો ઉતાવરમાં જીભ અને બે દાંત વચ્ચેની જગ્યાને બરાબર સાફ કરતા નથી.

કેટલાક આંતરિક પરિબળો પણ છે જે શ્વાસની દુર્ગંધનું કારણ બને છે. જેમ કે પાચનતંત્રમાં સમસ્યા હોવી, કિડની રોગ, ડાયાબિટીસ અને કેટલીકવાર ગર્ભાવસ્થા દરમિયાન પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે.

દાંત પીળા થવાના મુખ્ય કારણો ચા, કોફી, આલ્કોહોલ અને તમાકુ છે. તમાકુ અને આલ્કોહોલનું સેવન કોઈપણ રીતે નુકસાનકારક છે. મિત્રો જ્યારે આપણે દાંત સાફ નથી કરતા, ત્યારે પેઢા અને દાંતની વચ્ચે સૂક્ષ્મજીવાણુઓની કોલોની બને છે. આ એવા બેક્ટેરિયા છે જે આપણા હાડકાંને નુકસાન પહોંચાડે છે.

આ ઉપાયો કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ કાયમ માટે થઈ જશે દૂર : મિત્રો સૌથી પહેલા સવાર અને સાંજ બે ટાઈમ સરખી રીતે બ્રશ કરો. જો પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તો તેનાથી છુટકારો મેળવવા માટે બે થી ત્રણ એલચીના દાણા મોઢામાં મુકો. તેનાથી શ્વાસની દુર્ગંધ દૂર થઇ જશે થઇ જશે.

વારંવાર મોઢામાંથી દુર્ગંધ આવતી બ્રશ કરવા માટે લીમડાના દાતણનો ઉપયોગ કરો. લીમડાનું દાતણ કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થવાની સાથે દાંત મજબૂત થશે, પેઢામાંથી આવતું લોહી બંધ થશે, દાંતનો સડો દૂર થઇ અને દાંત સાફ રહે છે.

મોંમાંથી આવતી દુર્ગંધ કરવા માટે એલચી અને ફુદીનો ઉપયોગી છે. આ માટે એલચી અને ફુદીનાના પાન ચાવો. આ પાન ચાવવાથી પણ મોંમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મળી જશે. એક કપ પાણીમાં અડધી ચમચી જીરાને 2 થી 3 મિનિટ ઉકાળી આ પાણીથી કોગળા કરવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

આ ઉપરાંત દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવો. દાડમની છાલને પાણીમાં ઉકાળી તે પાણીથી કોગળા કરવાથી પણ મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. દિવસમાં એક વખત સરસિયાંના તેલમાં થોડું મીઠું નાખી દાંત તથા પેઢાંની માલિશ કરો. અહીંયા ધ્યાન રાખવું કે લાર થૂકતા રહો. આ ઉપાયથી મુખ એકદમ સ્વસ્થ થઈ જશે.

તુલસીના ચાર થી પાંચ પાન દરરોજ ચાવી ચાવીને ખાઈ, તેની ઉપર પાણી પીવાથી પણ મુખની દુર્ગંધ દૂર થઈ જાય છે. એક લવિંગ મુખમાં રાખીને ચૂસવાથી પણ આ સમસ્યા દૂર થાય છે. જમ્યા પછી સવાર અને સાંજ બંને સમયે અડધી ચમચી વરિયાળી ચાવવાથી અમુક દિવસમાં જ મોંમાંથી આવતી આવતી દૂર થઈ જાય છે અને પાચન ક્રિયા પણ સારી થઈ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *