આપણે જાણીએ છીએ કે ખરાબ ટેવો વ્યક્તિને ખૂબ જ ઝડપથી પકડી લે છે જયારે કોઈ સારી આદત અપનાવવા માટે વર્ષો પણ વીતી જતા હોય છે. ઘણીં વખત ખરાબ આદતો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ આ આદતો છોડવાનું નામ નથી લેતી.

એવી ઘણી આદતો છે જે તમે દરરોજ કરો છો, જે તમારા આવનારા જીવનમાં ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે આ આદતો છોડવા માટે મજબૂત પગલાં લેવા જરૂરી છે. કોઈ પણ ખરાબ આદત જેવી કે સિગારેટ, વ્યસન હોય કે સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવાની ખરાબ આદત હોય, આ બધી એવી જ આદતો છે, જે આપણે પોતાની મરજીથી શરૂ કરીએ છીએ પણ તેને ખતમ કરી શકતા નથી.

ઘણી વખત જ્યારે આપણે આવી આદતો છોડી દેવાનું નક્કી કરીએ છીએ, ત્યારે પણ ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એ વાત આવે છે કે આપણે આપણા કોઈપણ ખરાબ વ્યસનથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ. તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ખરાબ આદતો છોડવાના નિર્ણય પર નિષ્ણાતોનું શું કહેવું છે. તો ચાલો જાણીએ નિષ્ણાતો શું કહે છે.

નિષ્ણાતો શું કહે છે? આ વિષયમાં નિષ્ણાતોનો પણ પોતાનો અલગ અલગ અભિપ્રાય છે. આ ટ્રીક ઘણા લોકો પર પણ કામ આવી છે. નિષ્ણાત મનોવૈજ્ઞાનિક જણાવે છે કે જો આપણે કોઈ પણ કામસતત 21 દિવસ સુધી કરીએ તો તે કામની આપણને આદત બની જાય છે, તેવી જ રીતે જો આપણે કોઈ વસ્તુ માટે આદતને સતત થોડા દિવસ સુધી કાબૂમાં રાખીએ છીએ તો તમે એ આદતથી છુટકાળો ચોક્કસ મેળવી શકો છો.

આદત છોડવા માટે અપનાવો આ રીતો: આદત છોડવાની સૌથી અગત્યની બાબત એ છે કે મનથી નક્કી કરો કે તમે તે વસ્તુ ફરીથી નહીં કરો. આવી સ્થિતિમાં, તમારે દરરોજ જાગ્યા પછી, તમારી જાતને વચન આપવું જોઈએ કે તમે આ કામ હવેથી નહીં કરો અથવા તો આજે હું આ કામ નહીં કરું, ભલે પછી ગમે તે થાય.

તમારા ફોનમાં રિમાઇન્ડર લગાવો કે જે કામ તમારે કરવાનું નથી, વારંવાર તે નિર્ણય લખાયેલો જોઈને તમને વધુ પ્રેરણા મળે છે, અને જે તમને તે આદત છોડવાનું સરળ બનાવશે.

જ્યારે તમારું મન એ જ વસ્તુઓ ફરીથી કરવાનું કહે છે, તો પછી તમારી જાતને કોઈ અન્ય કામમાં વ્યસ્ત કરો, આ આદતથી તમારું ધ્યાન હટાવી દેશે. દરરોજ સૂતા પહેલા, તમારી જાતને અભિનંદન આપો કે તમે આખા દિવસ માટે જે નક્કી કર્યું હતું તે તમે કર્યું નથી.

આદત છોડવામાં આવી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે: જ્યારે તમે આદત છોડવાનું મન બનાવી લેશો, ત્યારે કેટલીક વસ્તુઓ તમને વારંવાર વિચલિત કરી શકે છે, આવી સ્થિતિમાં, તમારે આવી વસ્તુઓ તરફ ધ્યાન ન આપવું જોઈએ જેથી તે જોઈને તમને તે જ વસ્તુ ફરીથી કરવાનું મન થાય છે.

જે આદત તમે છોડવાનું મન કર્યું છે તે આદત જો કોઈબીજું વ્યક્તિ કરે છે તો તમારે તે વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. કારણકે કે જયારે તમે તે વ્યક્તિ પાસે જાઓ છો ત્યારે તમારું મન તે આદત કરવા માટે લલચાય છે. આથી તેવા વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ.

ખરાબ ટેવને સંપૂર્ણપણે છોડી દેવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરવી મહત્વપૂર્ણ છે. જેના માટે તમારે તમારી જાતને યાદ અપાવવું પડશે કે તમારે આ આદત કેમ છોડવી છે, તેના બદલે તમારે નવી અને સારી આદત પાડવી પડશે, જેનાથી આ આદત છોડવાનો નિર્ણય લેવામાં તમારા માટે સરળતા રહેશે.

તો આ કેટલીક ખાસ બાબતો હતી જે આદત છોડવાના તમારા નિર્ણય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, સાથે જ આ રીતે તમારા માટે આદત છોડવી પણ સરળ બની જશે. જો તમને આ માહિતી ઉપયોગી જણાઈ હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો જેથી તે પણ ખોટી આદત થી છુટકાળો મેળવી શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *