માત્ર કેળા એક એવું ફળ છે, જે દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. આ ફળની ગણતરી સ્વાદિષ્ટ અને ફાયદાકારક ફળોમાં ગણવામાં આવે છે, કારણ કે કેળામાં પુષ્કળ પોષક તત્વો મળી આવે છે. આ પોષક તત્વો મનુષ્યને અનેક રોગોથી બચાવવામાં રામબાણ સાબિત થાય છે.

હવે તો ડૉક્ટરો પણ કેળા ખાવાની સલાહ આપે છે. કારણ કે તેમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર અને ગ્લુકોઝ ભરપૂર માત્રામાં હોય છે. તે પેટની બિમારીઓ, આંતરડાના ઈંફેકશન અને મોઢાના ચાંદાને મટાડવાનો રામબાણ ઉપાય છે.

તમને જણાવીએ કે કેળા અન્ય ફળોની તુલનામાં વધુ પૌષ્ટિક છે. આ ઉપરાંત તે ઉર્જાનો એક સારો સ્ત્રોત છે. તેથી કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની તંદુરસ્તી પણ સારી રહે છે. તો ચાલો જાણીએ કે કઈ બીમારીઓમાં કેળા ખાવા ફાયદાકારક સાબિત થાય છે.

શરીરની નબળાઈ દૂર કરે છે: કેળામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. તેનાથી પેટ ઝડપથી ભરાય છે. તેથી તેનું રોજ સેવન કરવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને નબળાઈ આવી હોય તો દૂર થાય છે. આ સાથે જ જો તમે ખાલી પેટ પર હોવ તો તેને ખાવાથી ઘણી એનર્જી મળે છે.

વજનને કંટ્રોલ કરે છે: કેળા તમને એનર્જી તો આપે જ છે પરંતુ તે વજનને પણ કંટ્રોલ કરે છે. નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે કેળાનું સેવન કરવાથી ધીમે-ધીમે વજન નિયંત્રણમાં રહે છે.

હૃદયરોગઃ કેળા હૃદયને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે. કારણ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેથી દરરોજ તેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. શરીરમાં પોટેશિયમનું ઓછું સ્તર હાઈ બ્લડ પ્રેશર વધારી શકે છે અને સ્ટ્રોક તરફ લઇ જઈ શકે છે. આવી સ્થિતિમાં કેળા હાઈ બ્લડ પ્રેશર પણ ઘટાડે છે.

હાડકાંને મજબૂત કરે છે: કેળામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણે તે હાડકાં માટે પણ ફાયદાકારક છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે. જો તમે દરરોજ કેળાનું સેવન કરો છો તો તમારા હાડકા ઘડપણમાં પણ મજબૂત રહે છે.

અસ્થમાના ઈલાજમાં અસરકારક છે: જે લોકો શ્વાસ સંબંધી રોગ એટલે કે અસ્થમાથી પીડિત છે તેમના માટે પણ કેળું ફાયદાકારક છે. આ માટે કેળાને છાલની સાથે સીધું કાપીને તેમાં મીઠું અને મરી નાખીને આખી રાત ચાંદનીમાં રાખવું અને સવારે તેને આગમાં શેકીને ખાવાથી અસ્થમાના દર્દીને ફાયદો થાય છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે: કેળા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે. કેળામાં ભરપૂર માત્રામાં કેરોટીનોઈડ હોય છે, જે વિટામિન Aનો મુખ્ય સ્ત્રોત છે. વિટામિન એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *