કેળા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને સંપૂર્ણ રીતે ફાયદો પહોંચાડે છે. પરંતુ સામાન્ય રીતે કેળા વિશે લોકોમાં એવી માન્યતા હોય છે કે તે વજન વધારનારું ફળ છે. જોકે નિષ્ણાતોના મતે આ વાત ખોટી છે.
તમને જણાવીએ કે આ ફળ પોટેશિયમથી ભરપૂર છે જે શરીરમાં નર્વસ સિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે. કેળાનું સેવન બ્લડ પ્રેશર ઓછું રાખવા અને હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ છે. જો તમે તમારી ભૂખ ઓછી કરવા માંગો છો, તો કેળા તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તો ચાલો જાણીએ કેળા ખાવાના ફાયદા વિષે.
બ્લડ પ્રેશર ઘટાડે છે: કેળામાં પોટેશિયમની પૂરતી માત્રા મળી આવે છે . પોટેશિયમ જ્ઞાનતંતુઓને સક્રિય રાખવામાં મદદ કરે છે. જ્યારે ચેતા સક્રિય રહે છે, ત્યારે તે બ્લડ પ્રેશરને ઓછું રાખવામાં મદદ કરે છે. પોટેશિયમ વધુ મીઠાના આહારને કારણે પેશાબમાંથી વધુ માત્રામાં વિસર્જન થતા કેલ્શિયમની ઉણપને પણ દૂર કરે છે.
અસ્થમાને દૂર રાખવામાં મદદરૂપ: કેળામાં વિટામિન બી6 હોય છે જે કોષની અંદર એટીપી અને એએમપી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે તે ફેફસાના સ્નાયુઓના ટિશ્યુને મુલાયમ રાખવામાં મદદરૂપ થાય છે. એટલે કે, તે અસ્થમાના દર્દીઓમાં શ્વસન સંબંધી સમસ્યાઓ ઘટાડે છે.
શરીરમાં એનર્જી માટે : સફરજનની તુલનામાં, કેળામાં ચાર ગણું વધુ પ્રોટીન, બમણું કાર્બોહાઇડ્રેટ, ત્રણ ગણું પોટેશિયમ, બમણું વિટામિન સી, આયર્ન અને ફોસ્ફરસ હોય છે. પરંતુ એક કેળામાં સો કરતાં પણ ઓછી કેલરી હોય છે. કેળું ખાવાથી શરીરની નબળાઈ દૂર થઇ શરીર એકદમ એનર્જીથી ભરપૂર થઇ જાય છે.
જો તમે ઘરકામ કરો છો અથવા બહારથી થાકીને આવ્યા છો તો તમારે કેળા ખાવા જોઈએ. કેળું ખાવાથી શરીરનો બધો થાક ઉતરી જાય છે અને શરીર નવી એનર્જી આવી જાય છે.
કેળા ઘણા રોગોનું જોખમ ઘટાડે છે: કેળા ધૂમ્રપાનથી થતા કેન્સર રોગના જોખમને ઘટાડવામાં અસરકારક છે. તેમાં રહેલું મેગ્નેશિયમ વિટામિન B6 અને B12 નિકોટિનને મુક્ત કરવામાં પણ મદદ કરે છે. કેળાનું સેવન થાકને પણ દૂર રાખે છે.
શું કેળા ખાવાથી વજન વધે?: એક મધ્યમ કદના કેળામાં સો કરતાં ઓછી કેલરી ઊર્જા હોય છે. કેળા ખાધા પછી ભૂખ ઘણી ઓછી લાગે છે. આ સિવાય કેળા મેટાબોલિઝમને વેગ આપે છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં ઘણો પ્રતિકારક સ્ટાર્ચ હોય છે.
સ્ટાર્ચ ફાઇબરનો એક પ્રકાર છે. ફાઈબરને પચવામાં ઘણો સમય લાગે છે, તેથી જ્યારે આપણે કેળા ખાઈએ છીએ ત્યારે આપણને બીજું કંઈપણ ઝડપથી ખાવાનું મન થતું નથી.