આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

કેળુ એક એવુ ફ્ળ છે જે આખું વર્ષ મળે છે. કેળામાં પોટેશિયમ મેગ્નેશીયમ કેલ્શિયમ આયર્ન ફાઇબર વિટામિન સી એ અને બી હોય છે. રોજ એક કેળુ ખાવાથી અનેક ફાયદા થાય છે તેના વિશે જાણીએ.

ફાયદા :- (૧) કેળામાં વિટામિન સી હોય છે. તેને ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે, અને કરચલીઓ દૂર રહે છે. જેનાથી વધતી ઉંમર દેખાતી નથી. (૨) કેળા મા ભરપૂર ફાઈબર હોય છે. જેથી તેને ખાવાથી પાચન સારું રહે છે કબજિયાત અને એસિડિટી નો પ્રોબ્લેમ થતો નથી.

(3) કેળા ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. રોજ કેળા ખાવાથી શરીરમાં રહેલી નબળાઈ દૂર થાય છે. (4) કેળા માં સારી માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે. જે બ્લડ હીમોગ્લોબિન લેવલ વધારે છે. તેનાંથી એનિમિયાની પ્રોબ્લેમ દૂર થાય છે.

(5) કેળા મા ભરપૂર ફાઈબર, પૉટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને બી6 હોય છે. જેથી રોજ તેને ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, અને હાર્ટ ડિસીઝ માં ફાયદો થાય છે. (૬) કેળામાં વિટામીન બી6 સારી માત્રામાં હોય છે. જે બ્રેન ફંક્શન ને સુધારે છે અને મેમરી તેજ બનાવે છે.

(૭) કેળામાં ભરપૂર પોટેશિયમ હોય છે. જેથી તેને ખાવાથી બોડીમાં સોડ્યમ બેલેન્સ જળવાય છે. જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. (૮) કેળામાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ યુરીનરી ઈન્ફેક્શન નો ખતરો દૂર કરે છે.

(૯) કેળામાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું તત્વ મૂડ સારો રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે. (૧૦) કેળામાં રહેલા કેરોટિન્સ બોડીની ઇમ્યુનીટિ વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી શરદી, ખાંસી અને ઈન્ફેક્શન સામે રક્ષણ મળે છે.

(૧૧) કેળા માંથી મળતું કેલ્શિયમ હાડકાંઓને મજબુત રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી મોટી વયે પણ હાડકાં મજબૂત રહે છે. (૧૨) કેળામાં ભરપૂર ફોસ્ફરસ હોય છે. જે દાંતને મજબૂત રાખે છે અને ઓલ્ડ ઇઝ નો ખતરો દૂર કરે છે.

(૧૩) જો તમને દહીં કેળા ખાવાથી પેટમાં રહેલાં બેક્ટેરિયા ખતમ થઇ જાય છે. તેનાથી પેટ દર્દ અને અલ્સરમાં રાહત મળે છે. (૧૪) કેળામાં રહેલા પોટેશિયમ, ડાયરિયા અને ઊલટી પ્રોબ્લેમને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

(૧૫) કેળામાં સારી માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે કેન્સર સામે રક્ષણ આપે છે. (૧૬) જો બે કેળા બે ચમચી મધની સાથે રોજ સવારે ખાવ તો હૃદયને તાકાત મળે છે.

(૧૭) જો કોઈને જાળાની તકલીફ હોય, તો તેને દહીં માં એક કેળુ નાખીને ખવડાવવાથી ખૂબ જ લાભ થાય છે. (૧૮) કેળા એ વીર્યવર્ધક છે અને તે મગજની તાકાતમાં વધારો કરે છે. કેળા ખાવાથી સ્ત્રી પ્રદર રોગ પણ સારો થાય છે.

(૧૯) ગર્ભાવસ્થામાં કેળા ખાવાથી બોડી ને એનર્જી આપે છે. એટલે ગર્ભવતી સ્ત્રીઓએ રોજ એક કેળું ખાવું જોઈએ. તેનાથી ઉબકા આવવાની સમસ્યા દૂર થાય છે. (૨૦) જે મહિલાને ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય તેવી મહિલાએ સેવન કરવું જોઇએ. તેમાં પોટેશિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. જેથી માં બનવા માટે ઉપયોગી થાય છે.

કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો. તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *