આજના આધુનિક યુગમાં ડાયાબિટીસનો રોગ થવો એ ખુબ જ સામાન્ય બની ગયો છે, ડાયાબિટીસ રોગ લોહીમાં સુગર વધવાના કારણે ડાયાબિટીસ વધી જાય છે, પરિણામે ડાયાબિટીસને ને કંટ્રોલમાં લાવવા માટે ઈન્શ્યુલીનનું ઈન્જેક્શન લેવું પડતું હોય છે.
ડાયાબિટીસ નો રોગ 50-60 વર્ષ પછી થતો હતો પરંતુ અત્યારની ખાવાની ખરાબ ટેવના કારણે ડાયાબિટીસ રોગના શિકાર નાની ઉંમરના લોકો થઈ રહ્યા છે. જેને કાબુમાં લાવવા માટે ઘણી બધી દવાઓ અને ઈન્જેક્શન લેવા પડતા હોય છે.
ડાયાબિટીસ રોગ થવાથી ઘણા બધા પૈસાનો ખર્ચ કરવો પડતો હોય છે, પરિણામે આપણે દવાઓ તો ખાતા જ રહેવું પડતું હોય છે, કારણકે ડાયાબિટીસ એવો રોગ છે જે થયા પછી મટાડવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી ડાયાબિટીસ રોગને કંટ્રોલમાં લાવી શકાય છે.
ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા માટે બારમાસીના ફૂલનો ઉપયોગ કરવાનો છે. બારમાસી ફૂલને સદાબહાર ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગાર્ડનમાં ખુબ જ આસાનીથી મળી આવે છે, બારમાસી ફૂલ બે કલરમાં મળી આવે છે, એક સફેદ અને બીજું ગુલાબી રંગનું હોય છે. ડાયબિટિસને કંટ્રોલમાં રાખવા માટે ગુલાબી રંગના ફૂલનો ઉપયોગ કરીશું.
જે ડાયાબિટીસ એટલેકે મધુમેહ ની બીમારી માં ખુબ જ ફાયદાકારક છે, બારમાસી ફૂલમાં હાઈપોગ્લેમિક નામનું ગુણધર્મ મળી આવે છે જે બ્લડમાં રહેલ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, આ ફૂલના અર્ક નું સેવન કરવાથી બીટા સેલ્સની મદદથી શરીરમાં ઈન્સ્યુલીન બને છે. જેના પરિણામે ઈન્જેક્સન લેવાની જરૂર પડતી નથી.
બારમાસી ફૂલ એ આયુર્વેદિક ઔષધીમાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે, આ માટે આપણે બારમાસીના ફૂલનો ઉપયોગ મધુમેહ ની બીમારીને કંટ્રોલમાં કરવા માટે કરવાનો છે. જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
બારમાસી ફૂલમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે ડાયાબિટીસને કંટ્રોલમાં આવે છે. આ ફૂલમાં એકનાઈલ નામનું તત્વ મળી આવે છે, જે શરીરમાં ઈન્સ્યુલીન ઇન્સ્યુલિની માત્રામાં વધારો કરે છે લોહીમાં રહેલ સુગર લેવલને ધટાડવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા બારમાસી ફૂલનો ઉપયોગ કરવાની રીત: સૌથી પહેલા પાંચ બારમાસીના ગુલાબી ફૂલ લઈ લેવાના છે, ત્યાર પછી તેને બરાબર ધોઈ લો, હવે એક બાઉલમાં પાણી લઈ લો અને તેમાં પાંચ બારમાસીના ફૂલ નાખીને આખી રાત માટે ઢાંકીને રહેવા દો.
સવારે ઉઠીને ખાલી પેટ પલાળેલા ફૂલને ચાવી ચાવી ને ખાઈ લેવાના છે, ત્યાર પછી તે પાણી ને પણ પી જવાનું છે, રોજે આ રીતે બારમાસી ફૂલનો ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં ઈન્શ્યુલીન માં વધારો થાય છે જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
આ ઉપરાંત બારમાસીના ફુલનો પાવડર બનાવી લો, ત્યાર પછી એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી પાવડર મિક્સ કરીને પી જવાનું છે, આમ કરવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ રીતે બારમાસીના ફૂલનો ઉપયોગ કરવાથી તેમાં મળી આવતા ઔષધીય ગુણો મેધુમેહ એટલેકે ડાયાબિટીસ માં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.