આધુનિક સમયમાં સ્વસ્થ રહેવું વિચારીએ એટલું સરળ નથી. આ માટે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ માટે તે કોઈ પડકારથી ઓછું નથી. વધુ પડતા કામના કારણે મહિલાઓ તેમના આહાર અને જીવનશૈલી પર સંપૂર્ણ ધ્યાન આપી શકતી નથી. તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
થોડી બેદરકારીના કારણે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો મહિલાઓને સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લેવાની અને દરરોજ કસરત કરવાની સલાહ આપે છે. આ સિવાય સ્વસ્થ રહેવા માટે રોજ પીણાંનું સેવન કરવું જોઈએ. તો આવો જાણીએ આ પીણાં વિષે.
બીટનો જ્યુસ પીવો : ખાસ કરીને પુરુષો કરતા સ્ત્રીઓમાં લોહીની ઉણપ વધુ જોવા મળે છે. શરીરમાં લોહીની ઉણપ એનિમિયા સહિત અન્ય ઘણી બીમારીઓને દસ્તક આપે છે. આ રોગોથી બચવા માટે બીટરૂટનો જ્યુસ પીવો ફાયદાકારક સાબિત થાય છે.
બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. તેના ઉપયોગથી શરીરમાં આયર્ન ફરી ભરાય છે. બીટમાં ભરપૂર માત્રામાં લોહ, વિટામીન અને ખનીજ દ્રવ્યો હોય છે જેના લીધે લોહીમાં વધારો થાય છે અને લોહી શુદ્ધ થાય છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો શરીરમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા આપે છે.
સાથે જ તેમાં પોટેશિયમ પણ જોવા મળે છે. પોટેશિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સાથે જ , તમે ફળો અને લીલા શાકભાજીનો જ્યુસ પણ બનાવીને પી શકો છો. તમામ જરૂરી પોષક તત્વો ફળો અને લીલા શાકભાજીમાં મળી આવે છે. આ જરૂરી પોષક તત્વો સ્વસ્થ રહેવા માટે જરૂરી છે.
નાળિયેર પાણી પીવો : નારિયેળ પાણી સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે. તેના ઉપયોગથી વિવિધ રોગોમાં ફાયદો થાય છે. નારિયેળ પાણીનું સેવન કરવાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય ઘણી બીમારીઓમાં પણ રાહત મળે છે. આમાં પ્રોટીન, લૌરિક એસિડ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.
નારિયેળ પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પોટેશિયમ યુક્ત ખોરાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સાથે જ , મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
નારિયેળ પાણી પીવાથી અનિદ્રામાં પણ રાહત મળે છે અને શરીર હાઈડ્રેટ રહે છે. આ માટે મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે રોજ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને, 30 વર્ષની વયની સ્ત્રીઓ જે વધુ પડતા કામને કારણે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી. તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.