જો તમે 45 કે 50 વર્ષની ઉંમરે પણ 30 થી 35 વર્ષના દેખાવા ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારા આહાર પર ધ્યાન આપો. કારણકે તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર જ નહીં, તમારી ત્વચા પર પણ પડે છે. વધુ પડતા તળેલા, મરચા-મસાલેદાર અને જંક ફૂડના સેવનથી ત્વચા સમય પહેલા જ ઘડપણના ચિન્હો દેખાવા લાગે છે.
તેથી જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ તમારા આહારમાં લીલા શાકભાજી, આખા અનાજ, સ્પ્રાઉટ્સ અને ડેરી ઉત્પાદનો તેમજ ડ્રાય ફ્રુટ્સનું પ્રમાણ વધારવું. તો આ લેખમાં અમે તમને એવા કેટલાક ડ્રાય ફ્રુટ્સ વિષે જણાવીશું જે તમને ઘડપણમાં પણ જુવાન દેખાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તો આવો જાણીએ.
બદામ : બદામ વિટામિન E નો ઉત્તમ સ્ત્રોત છે. જે ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે, ત્વચાની ભેજ જાળવી રાખે છે અને ત્વચાના ટિશ્યુને રિપેર કરવાનું પણ કામ કરે છે. સ્વસ્થ અને ચમકદાર ત્વચા યુવાન અને સુંદર દેખાવામાં મોટી ભૂમિકા ભજવે છે.
કાજુ : કાજુ સફેદ રંગના હોય છે જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન ઈ હોય છે. આ બંને પોષણ વૃદ્ધત્વની અસરોને ઘટાડે છે અને ત્વચાને ચમકદાર રાખવામાં મદદ કરે છે. તેથી કાજુનું પણ સેવન કરો પરંતુ મર્યાદિત માત્રામાં કરો જેથી તેની કોઈ આડઅસર ન થાય.
અખરોટ : અખરોટમાં વિટામિન-ઇ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ત્વચાને નરમ બનાવે છે અને રંગને સુધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય અખરોટમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલની અસરને ખતમ કરીને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવાનું કામ કરે છે.
પિસ્તા : પિસ્તામાં વિટામીન E અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાંથી મુક્ત રેડિકલને દૂર કરવામાં અને ત્વચાને નરમ અને ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય છે. આ સાથે પિસ્તામાં વિટામિન E હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે, જેના કારણે ઉંમરની અસર જાણી શકાતી નથી.
બેરી : ખાટાં ફળો અને બેરી ત્વચાને લાંબો સમય સુધી સ્વસ્થ રાખવા માટે ખુબજ ફાયદાકારક છે. તમને જણાવીએ કે સાઇટ્રસ ફળો શરીરને વિટામિન સી પૂરું પડે છે અને બેરી શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. કોલેજન ત્વચાને કોમળ અને જુવાન રાખવામાં મદદ કરે છે. બેરીમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે.
ટામેટાં : ટામેટાનો ઉપયોગ મોટેભાગે શાકભાજીમાં થાય છે પરંતુ તે સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે પણ ખૂબ જ સારો વિકલ્પ છે. જો તમે દરરોજ એક ટામેટું ખાશો તો શરીરને વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં મળશે. ગ્લોઈંગ સ્કિન માટે ડાયટમાં ટામેટાંને અવશ્ય સામેલ કરો.
દહીં અને ઓટમીલ : આપને દરેક લોકોએ આહારમાં વિટામિન બીથી ભરપૂર દહીં અને ઓટ્સ જેવી વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ. આપણી ત્વચાને હાઇડ્રેઇટ રાખવા માટે માટે વિટામિન બી ખૂબ જ જરૂરી છે. આ માટે આપને નિયમિત બપોરે દહીનું સેવન કરવું જોઇએ.
નોંધ : કોઈ પણ માણસ ઉંમર સાથે ઘરડું દેખાય છે પરંતુ અહીંયા જણાવવામાં આવેલી વસ્તુઓ ખાશો તો તમે લાંબા સમય સુધી જુવાન દેખાઈ શકો છો.