આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મિત્રો આપણે એવી ઘણી બધી જગ્યા ઉપર ફરવા જતાં હોઈએ છીએ જ્યાં ઝાડ હોય, જ્યાં જંગલ હોય તે જગ્યાએ નાના-મોટા જીવ જંતુઓ જોવા મળે છે. જેમ કે ભમરી હોય, મધમાખી હોય, કાનખજુરો હોય વગેરે.

આ બધા જીવજંતુઓ આપણી આસપાસ તો હોય જ છે, ઘણી વાર આ જીવજંતુઓ આપણા ઘરમાં પણ ક્યાંક જોવા મળે છે. આ જીવજંતુઓ જયારે આપણને કરડે ત્યારે આપણે કેવી રીતે તેનું ઝેર ઉતારી શકીએ અથવા તો આપણે એવો કયો ઘરેલુ ઉપાય કરીએ જેથી તેનું ઝેર આપણને ના ચઢે.

1) સૌ પ્રથમ આપણને મધમાખી કરડે તો આપણે શું કરવું: સૌ પ્રથમ તમને જણાવીએ કે મધમાખી બે પ્રકારની હોય છે. 1) સાદી અને 2) ભમરવાડી મધમાખી. સૌ પ્રથમ જો આપણને ભમરવાડી મધમાખી કરડી જાય છે તો તેનું ઝેર ખુબજ વધારે હોય છે. એટલે આપણને ઘણું બધું નુકસાન થઇ શકે છે. તો જ્યારે પણ આપણે મધમાખી કરડી જાય ત્યારે તરત ઘરેલુ ઉપચાર કરી લેવા જેથી તેનું ઝેર આપણા શરીરમાં ન ફેલાય.

સૌ પ્રથમ જયારે મધમાખી કરડે ત્યારે તેનો ડંખ કાઢી લેવો. ત્યારબાદ જે જગ્યાએ મધમાખી કરડી હોય તે જગ્યાએ આપણે મીઠું લેવું અને તેને ડંખવાળી જગ્યા ઉપર ઘસી લેવું.

મીઠા ને આપણે તે જગ્યા ઉપર ઘસી લેવાથી તમને જે ભાગ પર મધમાખી કરડવાથી સોજો આવી ગયો છે તે પણ દૂર થઇ જશે અને ડંખના કારણે જે તમને ઝેર ચઢવાનું શરુ થયું હશે તે પણ મટી જશે અને તમારું શરીર એકદમ નોર્મલ થઇ જશે.

2) ભમરી: ભમરી પણ ખૂબ જ ખતરનાક જીવ જંતુ છે કારણકે જયારે પણ તે આપણને કરડે છે અને આપણે તેનો તરત જ ઉપચાર નથી કરતા તો તે ભાગપર બળતરા ખુબજ થાય છે સાથે સાથે તે ભાગ પર સોજો પણ આવી જાય છે.

તો જયારે પણ આપણને પીળી ભમરી કરડે ત્યારે આપણે શું કરવું: જયારે પણ આપણને પીળી ભમરી કરડે ત્યારે આપણે એક ડુંગળી લેવાની છે. ડુંગળી ને આપણે બારીક સમારી અને તેની પેસ્ટ અથવા રસ કાઢવાનો છે. ત્યારબાદ જે જગ્યા ઉપર આપણને ભમરી કરડી છે તે જ્યાં ઉપર ઉપર પેસ્ટ બનાવીને લગાવી રાખવાની છે.

જ્યાં સુધી આપણને લાગે કે હજી સોજો છે, હજી બળતરા થાય છે, હજી ઝેર નથી ઉતર્યું ત્યાં સુધી ડુંગળીની પેસ્ટ અને ડુંગળીનો રસ લગાવતા રહેવાનું છે. આમ કરવાથી સોજો મટી જશે અને આપણી બોડી ફરીથી રિકવર થઇ જશે.

3) કાનખજૂરો : જયારે પણ કાનખજૂરો આપણને કરડી જાય છે ત્યારે તે જગ્યા પર આપણને બળતરા પણ વધુ થાય છે અને તરત જ સોજો આવી જાય છે. જયારે કાનખજૂરો કરડે ત્યારે આપણે શું કરવાનું: જયારે પણ કાનખજૂરો કરડે ત્યારે ડુંગળી અને લસણનો ઉપયોગ કરવાનો છે.

ડુંગળી અને લસણની પેસ્ટ બનાવી લેવાની છે. તમને પેસ્ટ અથવા રસ જે અનુકૂળ આવે તે તમે લઇ શકો છો. તમારે આ પેસ્ટને કાનખજૂરો કરડ્યો હોય તે જગ્યા પર લગાવી રાખવાની છે અને તેના ઉપર કોટનનું કપડું હોય તેનાથી પાટો બાંધવાનો છે. એવું ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી તમને ફુલ રિકવરી ના આવે.

કાનખજુરો આપરા કાનની અંદર જતો રહે તો શું કરવું: જયારે પણ કાનખજૂરો કાનમાં ઘુસી જાય ત્યારે આપણે સાકર લવાની છે અને તેને પાણીમાં નાખી, ઓગાળી પાણી બનાવી લેવાનું છે.

હવે આ પાણીને કાનમાં નાખી દેવાનું છે અને જે પણ વ્યક્તિને કાનખજૂરો કરડ્યો છે તેને ઊંધો ઊંગાળી દેવાનો છે. આમ કરવાથી કાનખજુરો તરત જ બહાર આવી જશે.

4) જયારે પણ લાલ કીડી અથવા મકોડો કરડે ત્યારે શું કરવું: જયારે પણ લાલ કીડી અથવા મકોડો કરડે ત્યારે તે જગ્યા પર એક લીંબુ ઘસી દેવાનું છે. લીંબુ ઘસવાથી બળતરા ઓછી થઇ જશે.

તો આ એવા જુવજંતુઓ હતા જે આપણા ઘરની અંદર અથવા તો બહાર જોવા મળે છે. તો તમને જયારે પણ મધમાખી, કીડી અથવા મકોડો અથવા ભમરી કરડે તો તરત જ આ ઉપાય કરો અને મેળવો રાહત.

જો તમને આ માહિતી ઉપયોગી જણાઈ હોય તો તમારા મિત્રોને જરૂર જણાવો. આવીજ માહિતી મેળવવા ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *