આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યક્તિ સ્વસ્થ અને બેડાઘ ત્વચા ઈચ્છે છે અને એટલા જ માટે તેઓ અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આ બ્યુટી પ્રોડક્ટ્સમાં રહેલા તત્વો ત્વચા પર હાનિકારક અસર કરે છે. આ પ્રોડક્ટ્સમાં રહેલા તત્વો થોડા સમય માટે ત્વચાને સ્વસ્થ કરે છે, પરંતુ લાંબા સમય પછી, તેમાં રહેલા રસાયણોને કારણે, ચહેરા પર ફ્રીકલ, કાળા ડાઘ, ટેન અને ખીલની સમસ્યા શરૂ થાય છે.

આ કિસ્સામાં, તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાના લોટમાં એક્સ્ફોલિએટિંગ ગુણ હોય છે. તે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને તમારી ત્વચા ફરીથી શ્વાસ લેવાનું શરુ કરે છે. જેના કારણે ચહેરો ચમકવા લાગે છે. તો આ લેખમાં અમે તમને ચણાના લોટમાંથી ઘરે બનાવવાના ત્રણ શ્રેષ્ઠ ફેસ પેક વિશે જણાવીશું.

ચણાનો લોટ અને હળદરનો ફેસ પેક : તમને જણાવી દઈએ કે હળદરમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેના ઉપયોગથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જ્યારે તમે ચણાના લોટ સાથે હળદરનો ઉપયોગ કરો છો, ત્યારે ચણાનો લોટ ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને હળદર ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને રંગને ચમકદાર બનાવે છે .

ચણાનો લોટ અને હળદરનો ફેસ પેક કેવી રીતે બનાવવો : આ માટે તમે લગભગ ચાર ચમચી ચણાના લોટમાં બે ચપટી હળદર મિક્સ કરો. આ પછી, તેમાં લગભગ ચાર ચમચી ગુલાબજળ ઉમેરો. ઉપરથી તમે સામાન્ય પાણી મિક્સ કરો. ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લો.
ફેસ પેકને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને તેને સામાન્ય પાણીથી ધોઈને સાફ કરો.

ચણાનો લોટ અને ચંદનનો ફેસ પેક: ચંદન તમારા ચહેરાને ઠંડક આપે છે. તેમજ ચહેરાનો રંગ એકસરખો થઈ જાય છે. તેનાથી તમારા ચહેરા પરથી ડાઘ ઝડપથી દૂર થાય છે. આ સાથે જ તમારા ચહેરા પરથી ફ્રીકલ પણ ઓછા થવા લાગે છે.

ચણાનો લોટ અને હળદરનો ફેસ પેક કેવી રીતે બનાવવો : તમે લગભગ ત્રણ ચમચી ચણાના લોટમાં લગભગ બે ચમચી ચંદન પાવડર મિક્સ કરો. આજકાલ ચંદનનો પાવડર બજારમાં સરળતાથી મળી રહે છે. આ પછી તેમાં લગભગ ચાર ચમચી કાચું દૂધ ઉમેરો. હવે બધી વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. જો પેસ્ટ જાડી હોય તો તમે તેમાં સાદું પાણી પણ ઉમેરી શકો છો. આ પછી, આ પેસ્ટને ચહેરા પર લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. બાદમાં આ પેસ્ટને પાણીથી સાફ કરી લો.

ચણાનો લોટ અને મધનો ફેસ પેક : મધનો ઉપયોગ અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ તત્વો ત્વચાના ઈન્ફેક્શનને દૂર કરે છે. મધમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. ત્વચાનું પીએચ સ્તર મધ અને ચણાના લોટ દ્વારા નિયંત્રિત થાય છે.

ચણાના લોટ અને મધનો ફેસ પેક કેવી રીતે બનાવવો : આ ફેસ પેક બનાવવા માટે બે ચમચી ચણાનો લોટ લો. પછી ચણાના લોટમાં લગભગ બે ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટમાં લગભગ ચાર ચમચી ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો.

તમે આ પેસ્ટમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને લગભગ 20 થી 25 મિનિટ સુધી ચહેરા પર લગાવો. થોડા જ દિવસોમાં તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે. સારા પરિણામો માટે, અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરો.

જો તમે પણ અહીંયા જણાવેલ ફેસપેક નો ઉપયોગ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. જો તમને અહીંયા જણાવેલ ફેસપેક પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *