ઉનાળામાં આપણા શરીરને ઠંડુ રાખવા માટે આપણે દૂઘ માંથી બનેલ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરને ઠંડક મળી રહે દૂઘમાંથી બનતું દહીં અને છાશ આપણા શરીરને થડક આપે છે અને ઉનાળાની ગરમીથી બચાવે છે.
ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ દરેક વ્યક્તિ ઠંડા પીણાંનું સેવન કરતા હોય છે. જેમ કે લસ્સી, સિકંઝી, આઈસ્ક્રીમ, બદામ શેક, કોલ્ડ્રીંક, છાશ જેવી વસ્તુનું સેવન કરતા હોઈએ છે. જેથી આપણા શરીરને થડક મળી રહે.
ઉનાળામાં દરેક વ્યકતિ ભોજન પછી ઠંડા પીણાંનું સેવન કરતા હોય છે. પરંતુ મોટાભાગે લોકો ભોજન પછી છાશ પીતા જ હોય છે. છાશનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોનો નાશ કરે છે. ઉનાળાની ગરમીમાં છાશ એક અમૃત સમાન પીણું માનવામાં આવે છે.
છાશનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી રહે છે. સાથે રોગપ્રતિકારક શક્તિમાં માં વઘારો કરવાનું કામ કરે છે. કારણે જયારે કોઈ ખોરાક મસાલા વાળો ખાઘો હોય અને એસિડિટીની સમસ્યા થઈ જાય ત્યારે ભોજન પછી એક ગ્લાસ છાશ પી જવાથી એસિડિટીમાં રાહત મળે છે.
દહીંમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ પણ લાગે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને થડક મેળવવા માટે છાશ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તો ચાલો છાશ પીવાથી થતા ફાયદા વિષે જાણીએ. છાશ માં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, વિટામિન્સ જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.
એસીડીટી: જમ્યા પછી એસિડિટીની સમસ્યા રહેતી હોય તો જમ્યા પછી છાશ પીવી જોઈએ. દહીંમાંથી બનેલ છાશ પીવાથી આપણા શરીરને થડક રાખશે સાથે પેટ અને છાતીમાં થતી બળતરા ઓછી કરી શાંત કરશે. જેથી એસિડિટીમાં રાહત થશે.
પાચનક્રિયાને સુઘારે: છાશ માં રહેલ પોષક તત્વો અપચા સામે રક્ષણ આપે છે. ભોજન કર્યા પછી ખોરાક પચવામાં મુશ્કેલી થતી હોય અને ખોરાક પચતો ના હોય તો ભોજન પછી એક ગ્લાસ છાશ પીવાથી ડાયજેશન સિસ્ટમમાં સુઘારો થાય છે અને મંદ પડી ગયેલ પાચનશક્તિને મજબૂત બનવે છે.
હાડકા અને દાંત ને મજબૂત બનાવે: છાશ માં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. માટે ભોજન સાથે છાશ ન સમાવેશ કરીને કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરી શકાય છે જેથી હાડકા ની મજબૂતાય વઘે છે અને દાંત પણ મજબૂત રહે છે.
આંતરડા સાફ કરે: ભોજન પછી છાશ નું સેવન કરવાથી ખાઘેલ ખોરાકને પચાવે છે. જેથી આંતરડામાં જામેલ કચરાને દૂર કરે છે. જેથી નબળા પડી ગયેલ આંતરડાને મજબૂત બનાવે છે. માટે ભોજન પછી છાશનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે.
ત્વચા માટે: છાશ માં મળી આવતું એન્ટી ઓક્સીન્ડેટ ગુણ આપણી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. તાજી છાશને ચહેરા પર લાગવાથી ખીલ, ડાઘ દૂર થાય છે. જેથી ચહેરો સુંદર દેખાવા લાગે છે. છાશનો ઉપયોગ કરવાથી ચહેરા પર પડતી કરચલી દૂર થાય છે.
પેટની સમસ્યા દૂર કરે: છાશ પેટને લગતી દરેક સમસ્યામાં ખુબ જ ફાયદાકારક છે. છાશનું સેવન રોજે કરવાથી કબજિયાત, ગેસ, અપચાની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત પેટમાં થતા દુખાવામાં એક ગ્લાસ છાશમાં થોડું સીંઘાલું નમક મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.
રોગ પ્રતિકારક શક્તિ વઘારે: રોજે એક ગ્લાસ પીવાથી આપણા શરીરમાં રોગો સામે લાડવાની ક્ષમતામાં વઘારો થાય છે. રોજે છાશ પીવાથી શરીરમાં ભરપૂર ઉર્જા રહે છે. સાથે શરીરને મજબૂત અને બળવાન બનાવે છે.
રોજે એક ગ્લાસ છાશ પીવાથી પિત્ત શાંત થાય છે. છાશ પીવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વોનો નાશ કરે છે. પેટને સાફ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. છાશનું સેવન હૃદયને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. સાથે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
છાશની તાસીર ઠંડી છે માટે ઉનાળામાં તેનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ભોજન પછી છાશ પીવાથી ખોરાક પચવામાં આસાની રહે છે. રોજે એક ગ્લાસ છાશ પીવાથી વૃદ્ધાવસ્થાના ચિન્હો દૂર થાય છે. જેથી વઘતી ઉંમરે જવાન અને સુંદર બનાવી રાખશે.