દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ રાખવા માટે અલગ અલગ શાકભાજી અને ફળોનું સેવન કરતા હોય છે. દરેક વ્યક્તિને શાકભાજી ખાવું ખુબ જ ગમે છે. આમ જોવા જઈએ તો શાકભાજીમાં સૌથી વધારે બટાકા ખવાતા હોય છે.
દરેકના ઘરે બટાકાનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવા, શાક બનાવવા, રેફર બનાવવા વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. નાના થી લઈને મોટા દરેક વ્યક્તિ બટાકા ખાવાનું વઘારે પસંદ કરે છે. કોઈ પણ વાનગીમાં તેને ઉમેરીને બનાવવા આવે તો તેનો સ્વાદ ભરપૂર આવે છે. ઉપવાસમાં બટાકાનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે.
આમ તો ઘણા લોકો બટાકાનું નામ સાંભરીને ખાતા નથી હોતા કારણકે તેમને એવું લાગે છે કે બટાકાનું સેવન કરવાથી ગેસ થઈ જતો હોય તેવું લાગતું હોય છે. આજે અમે તમને બટાકાના રસનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
બટાકાના રસનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય ને અનેક ફાયદા થાય છે. બટાકામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા-3 ફેટી એસિડ, એમિનો એસિડ, પોટેશિયમ, વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
મોટાભાગે ઘણા લોકો વજન વધતું નથી તેના માટે ભરપૂર પ્રમાણમાં ખોરાક ખાતા હોય છે હોય છે પરંતુ જો તે વ્યક્તિ આહારમાં બટાકાનો સમાવેશ કરે તો વજન સરળતાથી વઘારવામાં મદદ મેળવી શકાય છે.
બટાકાના રસમાં કાબોહાઈડ્રેટ નામનું મહત્વનું તત્વ મળી આવે છે જે આપણા હદયને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત આપણા હદયને યોગ્ય રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં લાવે છે.
માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યામાં બટેકા નો રસ ખુબ જ ઉપયોગી છે. તેમાં રહેલ પોષક તત્વો મગજને શાંત પાડવાનું કામ કરે છે અને માથાના દુખાવા અને માઇગ્રેનની સમસ્યામાં રાહત આપવામાં મદદ કરે છે.
જો બટાકાના રસનું નિયમિત અંતરે સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. લોહીમાં રહેલ અશુદ્ધિ ને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. બટેકાના રસનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જા મળી આવે છે.
બટાકામાં સારી માત્રામાં વિટામિન-સી મળી આવે છે જે આપણા ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. બટાકાના રસનું સેવન કરવાથી આપણી ત્વચાને હાઈડ્રેટ રાખે છે. ઘરે બનાવેલ ગાઇમાં બટાકાનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવાથી ચારો ગ્લો થાય છે. તેનો ઉપયોગ કરવાથી ખીલ, ડાઘ, કરચલી વગેરે ને દૂર કરે છે અને ચહેરાની નિખાર લાવવામાં મદદ કરે છે.
બટાકાની ચિપ્સને આંખો ઉપર મૂકી રાખવાથી આંખો નીચેના કાળા કુંડાળા દૂર થાય છે અને આંખોને ઠંડ મળે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી નો ખજાનો મળી આવે છે. જે આપણી રોગપ્રતિકારક શકતીને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. તેના રસનું સેવન કરવાથી આપણી માશપેશિઓ અને હાડકા પણ મજબૂત રહે છે.
બટાકાનો રસ બનાવવાની રીત: સૌથી પહેલા બટેકાને સારી રીતે ઘોઈ લો, હવે તેની છાલને ઉતારીને છીણીની મદદથી છીણી લેવું, ત્યાર પછી તેને એક રૂમાલમાં લઈને નીચોવીને રસ નીકાળી લેવો, હવે આ રસ તૈયાર થઈ ગયો છે. તમે તેને થોડી વાર ફ્રીઝમાં મૂકીને પછી પી શકો છો.