આજે આ આર્ટિકલમાં કાકડી ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું. કાકડી ખાવી દરેક વ્યક્તિને ગમે છે. કાકડીનું સેવન મોટાભાગે લોકો સલાડ બનાવી ને ખાય છે. કાકડીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
આ કાકડી સ્વાસ્થ્ય ઉપરાંત ચહેરાની સુંદરતા વઘારવા માટે કરવામાં આવે છે. માટે ઘણા બ્યુટી પાર્લરમાં કાકડી મળી આવે છે. કાકડીની ગોળ સ્લાઈસ કરીને આંખો ઉપર રાખવાથી આંખોની થકાન દૂર થઈ જાય છે. આ સિવાય આંખોની આસપાસ થયેલા કાળા કુંડાળાને દૂર કરી દેશે.
આંખોમાં થતી બળતરા ને દૂર કરવા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. કાકડીમાં તરસ છીપાવવા નો પદાર્થ રહેલ છે. કારણકે તેમાં 90 થી 95 ટકા પાણી હોય છે. માટે કાકડીનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થઈ જાય છે.
મોટાપાને દૂર કરવામાં માટે તમે કાકડીનો રસ બાનવીને સેવન કરી શકો છો. કાકડીમાં કેલરી ઓછી હોય છે અને ફાયબરનું પ્રમાણ વઘારે હોય છે. માટે વજનને કંટ્રોલ કરવા માટે ડાયટમાં કાકડીનું સલાડ બનાવીને સેવન કરવું
આ ઉપરાંત કાકડીમાં કોલેસ્ટ્રોલ હોતું નથી માટે હાર્ટ ડિસીઝ ના દર્દી એ દરરોજ સેવન કરવું સારું છે. કાકડીનુ સેવન કરવાથી પેટને લગતી અનેક સમસ્યા દૂર થાય છે. કાકડીમાં રહેલા સિલિશિયા તત્વ વાળ અને નખને ચમકાવે છે અને મજબૂત પણ બનાવે છે. આ ઉપરાંત વાળ જલ્દી ઉગે છે.
જેમ કે, કબજિયાત એસીડીટી, ગેસ અને છાતીમાં થતી બળતરા ની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત કાકડીનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. જેથી પાચનતંત્ર મજબૂત થાય છે.
કાકડીમાં રહેલ બીજ શરીર માટે ફાયદાકારક છે. તેમાં રહેલ બીજ મગજની ગરમીને દૂર કરવામાં મદદ કરે છે, આ ઉપરાંત ચિડિયાપણા જેવા માનસિક વિકારોને પણ દૂર કરવામાં મદદ કરે છે.
આજની લાઈફસ્ટાઈલ ના કારણે તણાવ, ચિંતા, સ્ટ્રેસ જેવી સમસ્યા ખુબ જ વઘારે જોવા મળે છે. જેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કાકડીઓમાં રહેલા વિટામિન-બી તણાવને ઘટાડવામાં મદદ કરે છે.
આજના યુવાનો માં મોટાભાગે સ્માર્ટફોન અને કોમ્પ્યુટરમાં વઘારે વ્યસ્ત રહે છે. જેના કારણે આંખો નબળી પડી જતી હોય છે. જેના કારણે આંખો નો દુખાવો થવા લાગે છે. તેના માટે કાકડીની સ્લાઈસ કરીને આંખો પર મૂકી દેવી જેથી આંખોને ઠંડક મળી રહે.