જેમ સમય બદલાતો જાય છે તેમ દરેક વ્યક્તિ પણ બદલાતો જાય છે. જયારે વ્યક્તિ બદલાય છે ત્યારે તેના વિચારો પણ બદલાય છે. તેવી જ રીતે આજના સમયમાં દરેક વ્યક્તિ વઘતી ઉંમરે પણ સુંદર અને જવાન રહેવાનું વિચારતા હોય છે.
હાલમાં ચાલી રહેલ આધુનિક યુગમાં દરેક મહિલાઓ 45 વર્ષની ઉંમરે પણ 25 વર્ષના હોય તેવા સુંદર અને જવાન રહેવાનું વઘારે પસંદ કરતા હોય છે. પરંતુ આજના આધુનિક યુગમાં ભરપૂર પ્રદુષણ જોવા મળે છે જેના કારણે ચહેરા પર પ્રદુષણ અને ધૂળ માટીના રજકણો ચહેરા પર ચોંટી જાય છે.
વધારે પોલ્યુશનના કારણે ચહેરાની સુંદરતા પણ ઓછી થવા લાગી છે. જેના કારણે ચહેરા પર જે ગ્લો દેખાવવી જોઈએ તે પણ દેખાતી નથી. જેના કારણે ચહેરા પર ખીલ અને ડાઘા સૌથી વધુ જોવા મળતા હોય છે. જેના કારણે ચહેરાની કુદરતી ચમક પણ ઓછી થઈ જાય છે. માટે આપણે ચહેરાને સુંદર બનાવી રાખવા માટે ચહેરાની કાળજી લેવી ખુબ જ જરૂરી છે.
આપણે ચહેરાને સુંદર અને કરચલી વગરનો બનાવવો હોય તો આપણે આપણા આહારમાં કેટલાક બદલાવ લાવવા જોઈએ. આપણે ચહેરાને સુંદર બનાવવા માટે વિટામિન-સી થી ભરપૂર ખાટા ફળોનું પણ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ચહેરાને સુંદર બનાવી રાખવા માટે દિવસમાં વધારે પાણી પણ પીવું જોઈએ. જે ચહેરાના પિમ્પલ્સને દૂર કરવામાં પણ મદદ કરે છે.
આપણે બઘા જાણીએ છીએ કે બજારમાં એવી ઘણી બધી વસ્તુઓ મળી આવે છે જે ચહેરાને સુંદર બનાવવાનું કામ કરે છે. પરંતુ તે બઘી વસ્તુઓનું સેવન કરવાથી આપણા ચહેરાને નુકસાન પણ થઈ શકે છે. માટે નાની ઉંમરથી જેવી રીતે શરીરનું ઘ્યાન રાખો તેવી જ રીતે ચહેરાનું પણ ઘ્યાન રાખવું જોઈએ.
વઘારે પડતા તણાવ અને ચિંતાના કારણે પણ ચહેરા પર ડલ થવા લાગે છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી તમે ચહેરા પર નેચરલી ગ્લો લાવી શકો છો. આ વસ્તુના સેવનથી તમે 45 વર્ષની ઉંમરે પણ 25 વર્ષના હોય તેવા દેખાશો.
ચિયાસીડસ ડ્રાયફૂટ: ચિયાસીડસને એક હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. જેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી ચહેરા પર ખીલ, કરચલી વગેરેને દૂર કરે છે. ચિયાસીડસને ખાવા માટે તમારે તેને એક ગ્લાસ પાણીમાં એક ચમચી મિક્સ કરીને ઢાંકીને રહેવા દેવું, ત્યાર પછી તેને સવારે ઉઠીને પાણી સાથે પી જવાનું છે. આ રીતે ચિયાસીડસ ખાવાથી ચહેરા પર ગ્લો આવે છે.
અખરોટ ડ્રાયફૂટ: અખરોટમાં સારી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન-સી, વિટામિન-ઈ, એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે. જો તમારે ચહેરા પર નેચરલી ગ્લો લાવવી હોય તો અખરોટનું સેવન જરૂર કરવું જોઈએ. આ માટે તમે અખરોટને રાત્રે પલાળીને સવારે પણ ખાઈ શકો છો. જે તમારી વઘતી ઉંમરના ચિન્હોને દૂર કરી દે છે.
બદામ ડ્રાયફૂટ: બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન-ઈ મળી આવે છે. જે સ્કિન માટે ખુબ જ લાભદાયક છે. બદામની તાસીર ગરમ હોય છે માટે તમારે રાત્રે પાણીમાં ત્રણ થી ચાર બદામ પલાળીને રાખવાની છે અને સવારે તે બદામની છાલ નીકાળીને ખાઈ જવાની છે.
બદામને પલાળીને ખાવાથી આપણા ચહેરા પર કુદરતી ચમક લાવે છે અને લાંબા સમય સુઘી જવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. ચહેરા પર ગ્લો લાવવા અને વઘતી ઉંમરે જવાન બની રહેવા માટે તમારે બદામ, અખરોટ, ચિયાસીડસ ને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ સાથે તમારે દિવસ દરમિયાન 3 થી 4 લીટર પાણીનું સેવન કરવું જોઈએ પાણીને ઘુંટડે ઘુંટડે પીવું જોઈએ.
આ ઉપરાંત એક સાથે બે ગ્લાસ પાણીનું સેવન ના કરવું જોઈએ. દર અડઘા કલાકે અડઘા ગ્લાસનું સેવન કરવું જોઈએ તેવી જ રીતે આખા દિવસ દરમિયાન ત્રણ થી ચાર લીટર પાણી પીવાથી આપણા ચહેરા પર ગ્લો લાવી શકાય છે. માટે તમારે રોજે વઘારેમાં વઘારે પાણીનું સેવન કરવું જોઈએ.