ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિને ખાવાનું મન થઈ જાય તેવા જ ફળ વિશે આજે અમે તમને જણાવીશું. ગરમીમાં આ ફળનું સેવન કરવાથી આપણા શરીરને ઠંડક મળે છે. આ ફળને ઉનાળામાં દરેક વ્યક્તિનું સૌથી લોકપ્રિય ફળ માનવામાં આવે છે.
નાના થી લઈને મોટા દરેક વ્યક્તિને ભાવતું આ એક ફળનું નામ પાકી કેરી છે. હા પાકી કેરીનું સેવન કરવું નાના છોકરાઓને ખુબ જ ગમે છે આ ઉપરાંત મોટી ઉંમરના લોકોને પણ ખાવું ખુબ જ ગમે છે. પાકી કેરીને લોકો રસ બનાવીને પણ ખાતા હોય છે અને તેને કાપીને પણ ખાતા હોય છે.
તે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠી લાગે છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો પણ મળી આવે છે જેમકે, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કોપર, પ્રોટીન, સોડિયમ જેવા તત્વો કુદરતી રીતે મળી આવે છે. ઉનાળાની ઋતુમાં કેરીને એક અમૃત માનવામાં આવે છે.
કેરીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ થાક અને નબળાઈને દૂર કરી દે છે. આ ઉપરાંત નાના બાળકો અને વૃધો ના શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં રહેલ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પાકી કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન-એ મળી આવે છે જેથી તેનું સેવન કરવાથી આખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
માટે નાના બાળકોને પાકી કેરીને સેવન અવશ્ય કરાવવું જોઈએ. જેથી નાનાપણ થી જ બાળકોની આખો સ્વસ્થ રહે છે. ઉનાળાની ગરમીમાં રોજ એક કેરી ખાવાથી શરીર માટે લાભદાયક છે કારણકે તેનું સેવન કરવથી શરીરમાં ભરપૂર ઊર્જા મળે છે અને એનર્જી લેવલ વઘારવામાં મદદ કરે છે. શરીરમાં એનર્જી વઘવાથી કોઈ પણ કામ કરવામાં આળશ રહેતી નથી. જો કેરીનું નિયમિત સેવન કરવામાં આવે તો કિડની માટે ખુબજ લાભકારી સાબિત થાય છે.
તેમાં એવા ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જે કિડની સફાઈ કરવામાં મદદ કરે છે અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કિડનીમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. જે આપણા શરીરમાં લાલ રક્ત કણોની સંખ્યાને વઘારવામાં મદદ કરે છે અને એનિમિયાની સમસ્યા થી પીડાતા દર્દી માટે કેરી એક ઉત્તમ ફળ માનવામાં આવે છે. કેરીનું નિયમિત સેવન કરવાથી લોહ તત્વોમાં વઘારો થાય છે.
જો અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સુવાના પહેલા એક આખી પાકી કેરીનું સેવન કરી લેવું જોઈએ. જેથી તમને ખુબ જ સારી ઊંઘ આવશે અને અનિદ્રાની સમસ્યા હશે તો તે પણ દૂર થઈ જશે. તેના સેવનથી આપણા શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.
પાકી કેરીમાં વિટામિન-સી, વિટામિન-ઈ, બીટા કેરોટીન જેવા તત્વો મળી આવે છે જે આપણી ત્વચા માટે ખુબ જ લાભદાયક છે. જો ચહેરા ની સુંદરતા જોઈ ટી હોય તો રીજ એક પાકી કેરીનું સેવન કરવું જોઈએ જેથી તમને સુંદર અને જવાન બનાવી રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત નવા હોર્મોન્સમાં વઘારો કરે છે.
જો આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ અનિયમિત થઈ જાય તો આપણા શરીરમાં અનેક બીમારીનું નિર્માણ થાય છે. માટે રોજ પાકી કેરીનું સેવન કરવાથી વાત, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખે છે અને અનેક બીમારીથી બચાવામાં મદદ કરે છે.
ઉનાળાની ગરમી વઘારે પડવાથી લૂ લાગવાની સમસ્યા રહેતી હોય છે. તેવામાં જો કેરીનું સેવન રોજ કરવામાં એવું તો લૂ લાગવાથી બચી શકાય છે, શરીરને ગરમીથી બચાવે છે અને શરીરને ઠંડક આપવામાં ખુબ જ ઉપયોગી છે.
આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ એટલે કે હૃદય. માટે કેરીનું સેવન કરીને હદય સ્વસ્થ અનેં હેલ્ધી રાખી શક્ય છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ જળવાઈ રહે છે અને હૃદયને લગતી અનેક બીમારીથી બચાવી રાખવામાં મદદ કરે છે.