આજે અમે તમને જણાવીશું કે મુખવાસમાં ખાવામાં આવતા નાગરવેલનાં પાન ના સ્વાસ્થ્ય ને થતા ફાયદા વિશે. દરેક વ્યક્તિએ આ પાનનું સેવન કર્યું જ હશે. નાગરવેલનાં પાન અનેક રીતે ઉપયોગી છે.
નાગરવેલનાં પાન લગ્ન, પૂજા જેવા શુભ પ્રસંગમાં ઉપયોગ કરવામાં આવે છે. આ નાગરવેલના પાનમાં વિટામિન-એ, કેલ્શિયમ, વિટામિન-બી, કેરોટીન, વિટામિન-સી જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તો ચાલો જાણીએ નાગરવેલનાં પાન ખાવાથી થતા ફાયદા વિશે.
આ પાનમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ હોજરીના પીએચ ને બેલેન્સ કરીને એસીડીટી, ગેસ અને અપચાની સમસ્યા દૂર થાય છે અને પાચન ક્રિયા સુઘારવામાં મદદ કરે છે. માટે જમ્યા બાદ નાગરવેલનું મીઠું પાન ખાવું ફાયદાકારક છે.
શરદી અને ઉઘરસમાં જલ્દી રાહત મેળવવા એક ગ્લાસ પાણીમાં બે-ત્રણ નાગરવેલનાં પાન, તજ, લવિંગ અને આદુનો ટુકડો નાખીને ઉકાળવું. જયારે પાણી અડધું થઈ જાય ત્યારે પાણી ને થોડું ઠંડુ થવા દઈને પી જવું.
શરદી અને છાતીમાં જામેલા કફથી છુટકાળો મેળવવા માટે એક નાગરવેલનું પાન લઈએ તેના પર સરસોવનું તેલ ચોપરીને છાતી પર મૂકવું, ત્યારબાદ તેના પર ગરમ વરાળનું શેક કરવાથી છાતીમાં જામેલ કફ દૂર અને ઉઘરસમાં રાહત મળે છે.
નાગરવેલનાં પાનનો ઉપયોગ કરીને મેલેરિયાના તાવમાં રાહત મેળવી શકાય છે. એના માટે એક ગ્લાસ પાણીમાં ત્રણ-ચાર નાગરવેલનાં પાન ના ટુકડા કરીને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી ઘણી રાહત થાય છે.
શ્વાસમાં આવતી દુર્ગંઘને દૂર કરવા માટે એક નાગરવેલનાં પાનમાં એક ઈલાઈચી મૂકીને ચાવીને ખાવાથી મો માંથી આવતી દુર્ગઘ દૂર થાય છે. આ સિવાય મો માં રહેલ બેક્ટેરિયાનો નાસ કરે છે.
આ ઉકાળાનું સેવન કરવાથી જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે જેમને રાત્રે વધુ પડતી ઉઘરસ આવતી હોય તેમને આ ઉકાળાનું સેવન સવાર અને સાંજ કરવામાં આવે તો એક-બે દિવસ માં રાહત મળે છે.
નાગરવેલનાં પાન ગરમ હોય છે. માટે પિત્ત પ્રકૃતિ વાળા લોકો એ ગરમીમાં પાનનું સેવન ના કરવું જોઈએ. નાગરવેલનાં પાનનો ઉકાળો બનાવીયા પછી તેને તાજો જ પીવો. વધુ લાંબા સમય સુઘી ઉકાળાને રહેવા ના દેવો.