પિસ્તાએ એક પ્રકારનો સૂકો મેવો છે. જે ઘણા પ્રકારની મીઠાઈમાં અને અનેક વ્યાજનોમા વાપરવામાં આવે છે. લીલા રંગના દેખાતા આ પિસ્તા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ તેના સ્વાસ્થ્ય ફાયદા પણ છે.
પિસ્તામાં વઘારે પ્રમાણમાં ફાયબર અને હેલ્ધી ફેટ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો મળી આવે છે. આ ઉપરાંત પિસ્તા પોટીનથી ભરપૂર હોય છે. કોઈ પણ મીઠાઈ પર પિસ્તાની પરત ઘણા પ્રકારના વાયરસ થી બચાવમાં મદદ કરે છે.
પિસ્તા તાકાત આપવા વાળો પૌષ્ટિક મેવો છે. જે આપણા સ્વાસ્થ્ય ને ઘણા લાભ આપવામાં મદદ કરે છે. માટે આજે અમે આ આર્ટિકલમાં પિસ્તા ખાવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું.
1. ત્વચા માટે: સ્કિનને હેલ્ધી રાખવા માટે પોસ્ટનું સેવન કરવું જરૂરી છે. પિસ્તામાં રહેલ વિટામીન-ઈ સ્કિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. જેના કારણે ત્વચા હેલ્ધી રહે છે.
2.વજન ઘટાડવા માટે: પિસ્તામાં અનેક પ્રકારના ફાયબર રહેલા હોય છે. પિસ્તામાં ફાયબરનું પ્રમાણ વઘારે હોવાથી પેટ ભરેલું હોય તેવું લાગે છે. જેના કારણે પિસ્તાનું સેવન કરવું જોઈએ. જેથી વજન કંટ્રોલમાં રહેશે.
3.ડાયાબિટીસ: દરરોજ એક વાટકી પિસ્તાનું સેવન કરવાથી ફોસ્ફરસ ની જરૂરિયાત પુરી કરે છે. જેના કારણે ડાયબિટીસ માં પિસ્તાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત પિસ્તા પ્રોટીન અને એમિનો એસિડ બનાવવામાં મદદ કરે છે જેના કારણે સુગર પચવાની ક્ષમતામાં વઘારો કરે છે.
4.વિટામિનથી ભરપૂર: પિસ્તામાં વિટામિન- સી, વિટામિન-ઈ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત પિસ્તાનું સેવન કરવાથી આંખ સ્વસ્થ રહે છે. માટે નાના બાળકોએ પિસ્તાનું સેવન કરવું જોઈએ.
5.રોગપ્રતિકારક શક્તિ વઘારે: પિસ્તામાં વિટામિન-બી6, પ્રોટીન, વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે. જે રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. આ ઉપરાંત મગજનો વિકાસ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
6.વાળ માટે: પિસ્તાનું સેવન કરવાથી વાળનો ઝડપથી વિકાસ કરવામાં મદદ કરે છે. કારણે પોસ્ટમાં નેક પોષક તત્વો મળી આવે છે. જેના કારણે પિસ્તાનું સેવન કરવાથી વાળ ને ખરતા અટકાવે છે અને વાળ ને લાંબા અને મજબૂત બનાવામાં મદદ કરે છે.
7.કેન્સર: જે લોકો નાનપણ માંથી જ પોસ્ટનું સેવન કરતા હોય છે તેમને ભવિષ્યમાં કેન્સર ની બીમારી થવાની શક્યતા રહેતી નથી. પિતામાં બીટાકેરોટીન નામનું તત્વ મળી આવે છે જે કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
પિસ્તામાં વિટામિન-બી6 આવેલ છે જેના કારણે લોહીમાં ઓક્સિજનના પ્રમાણ વઘારો થઈ શકે છે. પિસ્તાનું સેવન કરવાથી લોહીમાં વધારો થાય છે જેના કારણે મગજ પણ સ્વસ્થ અને તેજ થાય છે.