ઠંડી ની ઋતુ એટલે કે શિયાળામાં મળતા મૂળા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. મૂળા શિયાળામાં ખુબજ આસાનીથી મળી રહે છે તે ખુબ ગુણકારી છે. મૂળ નું સેવન કરવાથી અનેક બીમારીમાં ફાયદો થાય છે.
શિયાળામાં મળતા આ મૂળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, આયોડીન, પ્રોટીન, જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. મૂળા સફેદ રંગના આવે છે. તેવી જ રીતે તેના ફાયદા પણ અનેક છે. અમેરિકામાં સૌથી વઘારે પ્રમાણમાં મૂળા નું સેવન થાય છે.
મૂળાનું સેવન સલાડના રૂપમાં કરી શકાય છે. મૂળામાં વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી રહેલ છે જે પેટને લગતી સમસ્યા અને મૂત્ર વિકાર જેવા અન્ય માં પણ ફાયદાકારક છે. મૂળા નો રસ કાઠીને તેમાં લીંબુ ની રસ અને થોડું મીઠું નાખીને પીવાથી મોટાપ ની સમસ્યા દૂર થાય છે.
મૂળાના પાંદડાંને કાપીને તેમાં લીંબુ નીચોવી ને ખાવાથી પેટ એકદમ સાફ થઈ જાય છે. અને શરીર હલકું થઈ જાય છે. બ્લડ પ્રેશર ના દર્દી એ મૂળા ને સલાડ રૂપે કાચા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે છે. માથાના દુખાવા અને માઈગ્રેન ની સમસ્યામાં મૂળા ખાવા સારું માનવામાં આવે છે. મૂળા દાંત ને મજબુર બનાવવામાં ઉપયોગી છે.
મૂળાનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે. જેના કારણે લીવરસ્વસ્થ અને હેલ્ધી રહે છે. આ ઉપરાંત પેશાબ અટકીને આવે તે સમસ્યા પણ દૂર થઈ જશે. મૂળામાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ આવેલ છે જે કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે.
શિયાળાની ઋતુમાં શરદી, ખાંસી જેવી સમસ્યા થતી હોય છે. માટે જો તમારે મૂળાનું સેવન દરરોજ કરશો તો તમે આ સમસ્યા થશે જ નહીં. કારણકે એમાં કંજેસ્ટિવ ગુણ આવેલ છે. જે ગળામાં જામેલા જીદી કફને દૂર કરવામાં મદદ કરે છે.
પેટ માં થતી ગેસ ની સમસ્યામાં મૂળા ખાવા ફાયદાકારક છે. મૂળો અને ટામેટાનો સલાડ કે પછી તેનું જ્યુસ બનાવી ને સેવન કરવામાં આવે તો ગેસ ની સમસ્યા માંથી છુટકાળો મળે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો મૂળાના રસમાં દાડમનો રસ મિક્સ કરીને પીવાથી હિમોગ્લોબીનમાં વધારો થાય છે.
આ સિવાય કાચા મૂળાનું સેવન કરવાથી પેટમાં ઝેરી તત્વોને ખતમ કરે છે. માથામાં પડેલ ઝૂ અને વાળને હેલ્ધી બનાવવા માટે પાણીમાં મીઠું અને મૂળાનો રસ મિક્સ કરીને માથું ઘોવાથી માથામાં પડેલ ઝૂ દૂર થાય છે. આ સિવાય વાળ સિલ્કી, મુલાયમ, અને મજબૂત બને છે.
શિયાળામાં મળતા આ મૂળાનું સેવન દરેક લોકો એ કરવું જોઈએ જેથી તમે અનેક નાની મોટી બીમારીથી દૂર રહી શકશો. તમને પણ આમાંથી કોઈ પણ બીમારી હોય તો તમે દરરોજ મૂળાનું સેવન કરવું જોઈએ. મૂળા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.