આજે આ આર્ટિકલમાં આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઓષધી વિશે જણાવીશું. જે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ ઓષધી દરેકના ઘરમાં આસાનીથી જોવા મળી રહેતી હોય છે. આજે જે ઔષધિ વિશે વાત કરવાના છીએ તેનું વનસ્પતિનું નામ તુલસી છે.
ત્રણ થી ચાર તુલસીના પાન દરરોજ સવારે નરણાકોઠે ચાવીને ખાવાથી ઘણા રોગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તુલસીના પાનનું સેવન ઉકાળો બનાવીને પણ કરી શકો છો. અથવા તેના પાન એકલા પણ ખાઈ શકાય છે. તો ચાલો જાણીએ નરણાકોઠે તુલસીના પાન ખાવાથી થતા ફાયદા વિશે.
વાયરલ ઈન્ફેક્શન: આ ઉપરાંત શરદી, ખાંસી અને ફલૂ માં પણ તુલસી રાહત આપવામાં મદદ કરે છે. માટે તુલસી અને તેમાં કાળામરી મિક્સ કરીને ઉકાળો બનાવીને પીવાથી શરદી, ફલૂ, કફ જેવા વાયરલ ઈન્ફેક્શન સામે રાહત આપવામાં મદદ કરે છે
શ્વાસ અને દમ માં રાહત: જે વ્યક્તિને શ્વાસ ચડતો હોય કે દમની બીમારી હોય તે દર્દી માટે તુલસીના પાન ખુબ જ અસરકારક સાબિત થાય છે. તેના માટે તમે 7-8 તુલસીના પાન લો, તેમાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી મઘ આ બઘાને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને સવારે નરણાકોઠે ખાઈ લેવી જેથી શ્વાસની તકલીફ અને દમમાં ઘણી રાહત થશે.
ત્વચા નિખારે: જો ચહેરા પર ખીલ હોય કે કોઈ પણ ડાઘ હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તુલસીના પાન લઈને પીસી દો. આ પેસ્ટને ખીલ થયેલ જગ્યા પર લગાવી દો. થોડા દિવસ લગાવાથી ચહેરા પરના ખીલ દૂર થઈ જશે. આ ઉપરાંત તુલસીના પાનનો રસ બનાવીને તેમાં મઘ મિક્સ કરીને ચહેરા પર લગાવાથી ચહેરાની સુંદરતા પણ વઘે છે.
માથાના દુખાવામાં રાહત: ઘણા લોકોને ઘણી વખત માથું દુખવાની સમસ્યા થતી હોય છે. તે લોકો ઘણી વખત દવાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ દવાનો ઉપયોગ લાંબા સમયે નુકશાન પહોંચાડી શકે છે. માટે ટેબ્લેટની જગ્યાએ તુલસીનું સેવન કરવું અથવા તુલસીના પાનનો ઉકાળો બનાવીને પી જવું. જેથી માથાનો દુખાવો થોડા જ સમયમાં દૂર થઈ જશે.
પેશાબની સમસ્યા: પેશાબમાં થતી બળતરાને દૂર કરવા માટે તુલસીના પાન ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે જો તમને પેશાબને લગતી કોઈ પણ સમસ્યા હોય તો દરરોજ 3 થી 4 તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. જેથી ઝડપથી રાહત મળશે.
હદયને સ્વસ્થ રાખે: હદયને લગતી બીમારી માટે તુલસી રામબાણ છે. દરરોજ સવારે ઉઠીને ચાર થી પાંચ પાન નરણાકોઠે ચાવીને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું રહે છે. જેથી હદય ને લગતી સમસ્યા થતી નથી, અને હદય ને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે.
કમજોરી દૂર કરે: જે વ્યક્તિની શારીરિક કમજોરી હોય અથવા કોઈ પણ નબળાઈ કે થાક લાગતો હોય તો તેવી સ્થિતિમાં તુલસી વરદાન રૂપ સાબિત થશે. માટે તુલસીના પાન અને તેના બીજનનો ઉકાળો બનાવીને પીવાથી શારીરિક તાકાતમાં વઘારો થાય છે.
તુલસીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તુલસીનું સેવન કરીને તમે અનેક રોગથી દૂર રહી શકો છો. માટે દરરોજ તુલસીના 4 થી 5 પાન સવારે ઉઠીને નરણાકોઠે ચાવીને ખાઈ જવા જોઈએ.