ઉનાળામાં એવી ઘણી બઘી વસ્તુઓ મળી આવે છે જે આપણા શરીરને ઠંકડ પહોંચાડવાનું કામ કરે છે. આજે અમે તમને એક એવી ફળ વિશે જણાવીશું જેનું સેવન ઉનાળાની ગરમીમાં ભરપૂર કરવામાં આવે છે. આ વસ્તુનું સેવન 100 માંથી 99 લોકોએ કર્યુ જ હશે.
આ ફળ અંદરથી લાલ રંગની દેખાય છે. તે ખાવામાં ખુબ જ ગળ્યું અને ટેસ્ટી લાગે છે. આ વસ્તુ ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં સરળતાથી મળી આવે છે. આ વસ્તુને ઉનાળામાં રાત્રે ચાલવા જતા લોકો બહુ જ ખાતા હોય છે.
આ ફળનું સેવન નિયમિત પણે ગરમીમાં કરવાથી આપણા શરીરમાં ઘણા બઘા ફાયદા પણ જોવા મળે. આજે અમે તમને જે ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ તરબૂચ છે. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠું લાગે છે. તેનું સેવન કોઈ પણ ઉંમરની વ્યકતિ કરી શકે છે.
તરબૂચમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેમકે, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, પ્રોટીન, વિટામિન-બી, વિટામિન-સી, આયર્ન, વિટામિન-એ, બીટા કેરોટીન, વિટામિન-બી6 જેવા તત્વોનો ખજાનો મળી આવે છે.
ઉનાળાની ગરમીમાં તરબૂચને જોઈએ ને દરેક વ્યક્તિને ખાવાની ઈચ્છા થઈ જ જાય છે. ગરમીમાં તરબૂચ નું સેવન કરવાથી આપણા શરીરમાં ભરપૂર ઊર્જા મળી રહે છે. તરબૂચમાં મળી આવતી પાણીની માત્ર આપણા શરીરને ગરમીથી બચાવીને બોડીને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
આ ઉપરાંત તેનું સેવન નિયમિત કરવાથી વજન ઘટાડવામાં પણ ખુબ જ ઉપયોગી છે. જો તરબૂચનું રોજ સેવન કરવામાં આવે તો મોટાપાની સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે અને વજન ઓછું કરવામાં મદદ મેળવી શકાય છે. તરબુચમાં આ મસાલો નાખીને ખાવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે.
તરબૂચ ઉપર નાખવામાં આવતો મસાલા બનાવવા માટે જીરું, મીઠું, હિંગ ત્રણને મિક્સ કરીને રી રીતે વાટીને પાવડર બનાવી લો. હવે આ પાવડરને તરબૂચ ઉપર નાખીને ખાવાનો છે. જો તમે વજન ઓછું કરવાં માંગતા હોય તો તરબુચ એક સૌથી ઉત્તમ ફળ માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રા ફાયબર અને પાણીની સૌથી વઘારે મળી આવે છે.
તેમાં ફાયબરની માત્ર વધુ હોવાથી પેટ લાંબા સમય સુઘી ભરેલું હોય તેવું લાગે છે. તરબૂચમાં ફેટની માત્ર નહિવત હોય છે. ઉનાળામાં ગરમી વધુ પડવાના કારણે તરસ પણ ખુબ જ વધુ પ્રમાણમાં લાગે છે. તરબૂચમાં સારી માત્રામાં પાણી મળી આવે છે. જે આપણી તરસને પૂર્ણ કરે છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં મળી આવે છે.
તરબૂચમાં સેટ્રિલાઈન નામનું તત્વ મળી આવે છે. જે શરીરમાં વઘેલ ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. માટે તરબૂચને ડાયટિંગમાં સમાવેશ કરવો જોઈએ કારણકે તેમાં પાણી સારી માત્રામાં મળી આવે છે જે વજનને ઘટાડે છે. તરબૂચ માં રહેલ પોષક તત્વો આપણા હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તરબૂચ નું સેવન કરવાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેના કારણે હૃદયને લગતી બીમારીનું જોખમ પણ ઓછું થઈ જાય છે. તરબૂચ માં રહેલ વિટામિન-એ તત્વ આપણી આખો માં તે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલ વિટામિન-સી જેવા અન્ય પોષક તત્વો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવાનું કામ કરે છે.
તેમાં લાયકોપેન, બીટા કેરોટીન જેવા તત્વો પણ મળી આવે છે જે આપણા શરીરમાં જન્મેલા કેન્સરના કોષોને નષ્ટ કરવામાં મદદ કરે છે. માટે કેન્સરના દર્દી એ તરબૂચનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તરબૂચનું સેવન રોજ કરવાથી આપણા હાડકા અને સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેનું સેવન રોજ કરવાથી આપણી ત્વચા સુંદર અને સુંવાળી થાય છે.
આ ઉપરાંત ચહેરાની કરચલીને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચામાં ચમક લાવવા માટે તરબૂચનું સેવન ખુબ જ ઉપયોગી છે. ઉનાળાની ગરમીમાં તરબૂચનું સેવન જરૂર કરવું જોઈએ. તેનું સેવન શરીરમાં થઈ રહેલ ગરમીથી બચાવીને શરીરને ઠંડક બનાવી રાખવામાં મદદ મેળવી શકાય છે. તમે પણ રોજ તરબૂચ નું સેવન કરીને સ્વાસ્થ્ય ને લગતા અનેક ફાયદા પણ મેળવી શકો છો.