આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે પાલકનું સેવન કરવું જરૂરી છે. લીલા શાકભાજીમાં અન્ય કોઈ શાકભાજી કરતા પાલક ને સૌથી વઘારે ગુણકારી માનવામા આવે છે. પાલક માં ઘણા પોષક તત્વો મળી આવે છે.
પાલકમાં ઝીંક, ફાયબર, વિટામિન-એ, નિયાસિન, પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-કે, થાઈમિન, વિટામિન-બી6, કેલ્શિયમ, વિટામિન-ઈ, થાઈમિન, આયર્ન, મેગ્નેશિયમ, બીટા કેરોટીન, ફોસ્ફરસ, એન્ટી ઓક્સીડેન્ટ, સોડિયમ, કોપર ફોલિક એસિડ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.
પાલક નું સેવન અનેક રીતે કરી શકાય છે. જેમ કે, પાલકની ભાજી, પાલકનો જ્યુસ અને પાલકમાંથી બનતી અનેક વાનગીઓનું સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ પાલકનું સેવન કરવાથી થતા ફાયદા વિશે.
હિમોગ્લોબીન વઘારે: પાલકનું નિયમિત સેવન કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વઘારવામાં મદદ કરે છે.આ ઉપરાંત લોહીમાં રહેલ અશુદ્ધિને દૂર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે: પાલકમાં મળી આવતા કેલ્શિયમ ના કારણે મહિલાઓ, વૃદ્ધાઓ, બાળકો સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. પાલકનું સેવન કરવાથી બાળકોની યાદશક્તિ માં વઘારો કરે છે.
ત્વચાને યુવાન બનાવે: પાલકમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે. એક ચમચી પાલકનો રસ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેમાં બે ટીપા ગ્લિસરીન ના નાખીને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને રાત્રે સુવાના 1 કલાક પહેલા લગાવી દો.
ત્યારબાદ 30 મિનિટ પછી ચહેરાને ચોખા પાણીથી ઘોઈ દો. આ ઉપરાંત તમે પાલકના જ્યૂસનું સેવન પણ કરી શકો છો. તેના સેવનથી ચહેરા પરની કરચલી અને ખીલ પણ દૂર થઈ જાય છે. જેથી લાંબા સમય સુઘી જવાન રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ: પાલક ડાયબીટીના દર્દી માટે લાભ દાયક છે. પાલકમાં રહેલ તત્વોના કારણે ગ્લુકોઝના સ્તર ને કંટ્રોલમાં રાખવામાં મદદ છે. માટે નિયમિત પણે પાલકનું જ્યુસ પીવું ડાયબિટીસના દર્દી માટે ફાયદાકારક છે.
પેટને લગતી સમસ્યા: પાલકમાં રહેલ ફાયબર મળી આવે છે જે કબજિયાત, અપચો જેવી સમસ્યા માં રાહત આપે છે. પાલકનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને પાચન ક્રિયા સારી થાય છે. માટે તેનુ જ્યુસ પીવાથી પેટને લગતી અનેક સમસ્યા દૂર થાય છે.
શિયાળામાં ભરપૂર માત્રામાં મળી આવતું પાલકનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. માટે નિયમિત રીતે તેનું સેવન કરવું ખુબ જ જરૂરી જેથી શરીરમાં રહેલા બિન જરૂરી બેક્ટેરિયાને દૂર કરી દેશે અને શરીરને હેલ્ધી બનાવવામાં મદદ કરશે.