આજે અમે તમને સંતરાના જ્યુસ પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. ઘણા એવા ઓછા લોકો હશે જેમને સંતરાના જ્યૂસનું સેવન ના કર્યુ હોય. સંતરા નાના મોટા દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. સંતરા ખાવામાં ખાટા મીઠા હોય છે.
ઉનાળાની ગરમીમાં આપણા શરીરને સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે. તેવામાં પાણીની ઉણપ સંતરા પૂર્ણ કરી શકે છે. સંતરાના જ્યૂસનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. સંતરા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
સંતરામાં વિટામિન-સી, પોટેશિયમ, કેલ્શિયમ, ફાયબર, સોડિયમ, વિટામિન-બી1, ફ્લોરિન, વિટામિન-એ, વિટામિન-બી, મેગ્નેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂર્ણ કરે છે.
સંતરાનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે. જેથી અનેક રોગ દૂર રહે છે. સંતરાના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં રહેલ થાક અને નબળાઈ દૂર થાય છે. તો ચાલો સંતરાના જ્યુસ પીવાથી થતા ફાયદા વિષે જાણીએ.
સંતરામાં પોટેશિયમ, વિટામિન-સી, ફ્લોરિન જેવા પોષક તત્વો મળી આવે છે જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ જ્યૂસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત સંતરાના જ્યૂસનું સેવન કરવાથી હૃદયને લગતી બીમારી નું જોખમ ઓછું રહે છે.
સંતરામાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે. જે આપણા કેન્સરના ફેલાતા કોષોને ઘટાડવામાં મદદ કરે છે. ખાટા ફળોમા ડી-લીનોને નામનું તત્વ કેન્સર સામે રક્ષણ આપે છે. કેન્સરથી પીડીત વ્યક્તિ માટે
સંતરાના જ્યૂસનું સેવન નિયમિત કરવાથી ત્વચા માં નિખાર પણ લાવી શકાય છે. ઉનાળાની ગરમીમા ત્વચા ને સ્વસ્થ અને હેલ્ધી રાખવાનુ કામ સંતરાનું જ્યુસ કરે છે. આ ઉપરાંત સંતરાની છાલ નો ઉપયોગ ચહેરા પર કરવાથી પણ ચહેરામાં નિખાર લાવી શકાય છે.
આજના સમયમાં મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી ખુબ જ પરેશાન રહેતા હોય છે. આવી સ્થતિમાં સંતરાનો જ્યુસ ખુબ જ ફાયકારક સાબિત થાય છે. કારણકે તેમાં રહેલ વિટામિન-સી, વિટામિન-ઈ, વિટામિન-બી મળી આવે છે જે આપણા વાળના વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
સંતરાના જ્યુસમાં વિટામિન-એ ખુબ જ સારી માત્રામાં મળી આવે છે. જે આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. નિયમિત પણે સંતરાનું જ્યુસ પીવાથી આંખોની કમજોરી દૂર થાય છે અને આંખોનું તેજ પણ વઘારવામાં મદદ મેળવી શકાય છે.
હાલના સમયમાં નાની ઉંમરના લોકો પણ ડાયબિટીસથી ખુબ જ પીડાતા હોય છે. તેમના માટે સંતરા ખુબ જ લાભદાયક સાબિત થાય છે. સંતરાના જ્યૂસનું સેવન ઈન્સ્યુલીનના સ્તરને વઘારવામાં મદદ કરે છે. આ જ્યૂસનું સેવન લોહીમાં રહેલ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
આ જ્યુસમાં મળી આવતું વિટામિન-સી આપણા શરીરમાં રહેલ ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. જેથી વાયરલ ઈન્ફેક્શનથી થતા રોગો સામે રક્ષણ મળે છે. માટે સંતરાના જ્યૂસનું સેવન કરીને શરીરને મજબૂત બનાવી અનેક રોગ સામે રક્ષણ આપે છે.
આ જ્યૂસનું સેવન તણાવને ઓછો કરી મૂડને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. આ જ્યુસ પથરીમાં થતો દુખાવામાં રાહત મેળવવામાટે પણ ખુબ જ ફાયદાકારક છે. સંતરાના જ્યૂસનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. માટે આહારમાં સંતરાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. જેથી શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખી શકો છો.