આજના આધુનિક યુગમાં બજારમાં ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ મળી રહે છે. જેનો ઉપયોગ દરેક યુવાન અને યુવતીઓ ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે અનેક પ્રકારના ફેસવોશ અને સાબુ અને ક્રીમનો ઉપયોગ કરતા હોય છે.
જેનો ઉપયોગ આજના સમયમાં ખુબ જ વધી ગયો છે. આજે મોટા ભાગે દરેક મહિલાઓ અને યુવતીઓ પણ સુંદર દેખાવાનો ક્રેઝ વધી ગયો છે જેના કારણે સૌથી વધુ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. એમાં મળી આવતું કેમિકલ અને રસાયણ સ્કિનને અમુક સમય અંતરે નુકસાન પહોંચાડતું હોય છે.
આ સાથે ધુમાડો અને ધૂળ માટી ચહેરા પર ચોંટવાથી ચહેરો બે જાન થઈ જતો હોય છે. જેના પરિણામે ચહેરા પર ખીલ, પીપલ્સ, ફોલ્લીઓ વગેરે જોવા મળતું હોય છે. જેથી તેને દૂર કરવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોઈએ છીએ જેમાં ખુબ જ પૈસા નો ખર્ચ થતો હોય છે.
આ બધા ખર્ચ થી બચવું હોય તો ચહેરા પર બજારમાં મળતી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જેથી આપણે ચહેરા પર થતા નુકસાન થી બચી શકીશું. મોંઘી ક્રીમ કે ફેશવોશ નો ઉપયોગ કર્યા વગર જ ઘરેલુ ઉપયોગની મદદથી ચહેરા પરની બધી જ ગંદકીને દૂર કરવા અને ચહેરાને સુંદર બનાવવા માટેના ઘરગથ્થું ઉપાય જણાવીશું,
આ માટે આપણે બે વસ્તુની જરૂર પડશે જે તમને ધરે ખુબ જ આસાનીથી મળી રહેશે. આ ઉપાય કરવાથી ફ્રેશવોશ અને ક્રીમનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે આ વસ્તુની પેસ્ટ ચહેરા પર લગાવશો તો ચહેરો ફેશવોશ લગાવવા કરતા પણ સુંદર દેખાશે.
આ માટે તમારે બેસન નો ઉપયોગ કરવા નો છે, જે ચહેરા પર નેચરલી ગ્લો લાવવામાં મદદ કરે છે જેનો ઉપયોગ પ્રાચીનકાળમાં લોકો સૌથી વધુ કરતા હતા. આ માટે સૌથી પેહલા એક કાચનું બાઉલ લઈ લો, ત્યાર પછી તેમાં એક ચમચી બેસન લો,
હવે તેમાં એક ચમચી દહીં નાખવાનું છે અને બરાબર હલાવી પેસ્ટ તૈયાર કરો, હવે આ પેસ્ટને ચહેરા પર લાગવાની છે, આ પેસ્ટ ચહેરા પર લગાવ્યા પહેલા ચહેરાને સાદા પાણી વડે ધોઈને સાફ કરી પેસ્ટ ચહેરા પર લગાવીને પાંચ મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે માલિશ કરવાની છે.
હવે તેને સુકાવવા દેવાનું છે અને 15-20 મિનિટ પછી ચહેરાને સાદા પાણી વડે ધોઈને કોર્ટન ના કપડાં વડે સાફ કરી લેવાનું છે. આ રીતે અઠવાડિયામાં બે દિવસ ઉપાય અપનાવશો તો ચહેરાને સુંદર બનાવવા માટે ક્યારેય બ્યુટી પાર્લરમાં જવું નહીં પડે.
આ ઉપાયમાં દહીં નો ઉપયોગ કર્યો છે પરંતુ જો તમારે દહીં નો ઉપયોગ ના કરવો હોય તો મલાઈ પણ મિક્સ કરીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી શકાય છે. આ રીતે ચહેરા પર આ પેસ્ટની માલિશ કરવાથી ચહેરા પરનો બધો જ કચરો દૂર થઈ જશે.
જેથી ચહેરો સુંદર મુલાયમ અને ચમકદાર દેખાવા લાગશે. આ પેસ્ટ ચહેરા પર પડતી કરચલી ને દૂર કરવામાં મદદ કરશે અને વધતી ઉંમરને અટકાવશે. જેથી તમે 45 વર્ષની ઉંમરે પણ 30 ના દેખાશો.
ચહેરો સુકાઈ ગયો હોય અને પ્રદુષણના કારણે ચહેરો બેજાન થઈ ગયો હોય તો ખુબ જ અસરકારક સાબિત થશે. જો તમે પણ બ્યુટી પ્રોડક્ટમાં વધુ પૈસા ખર્ચ કરવા ના માંગતા હોય ઓ આ ઉપાય ખુબ જ કારગર અને અસરકારક સાબિત થશે.