ભારતીય લોકોના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ નવરાત્રીમાં પોતાના ચહેરા સુંદર બનાવી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. આ માટે બ્યુટી પાર્લરમાં ચહેરાને ફેશિયલ કરાવતા હોય છે.
તમને જણાવી દઉં કે નવરાત્રી હોય કે અન્ય તહેવાર હોય ત્યારે દરેક વ્યક્તિ ચહેરાની ખુબ જ દેખરેખ રાખતા હોય છે. દિવસ દરમિયાન વધી રહેલ પ્રદુષણ અને ધુળમાટીના રજકણો ના કારણે ચહેરા પર તેની અસર જોવા મળતી હોય છે. આ માટે રોજે ચહેરાની કાળજી રાખવી જોઈએ,
સ્કિન ની યોગ્ય કાળજી લેવામાં ના આવે તો સ્કિન ને લગતી સમસ્યા જેવી કે ખીલ, પીપલ્સ, ઓઈલી સ્કિન, ડ્રાયનેશ વગેરે નો સામનો કરવો પડી શકે છે. આ તકલીફમાંથી છુટકાળો મેળવવા માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી આ સ્કિન ની સમસ્યા દૂર થશે અને સ્કિન ને હેલ્ધી અને સુંદર બનાવશે.
તહેવાર હોય કે ના હોય દરેક મહિલાઓ અને છોકરીઓ ચહેરાની સુંદરતા બનાવી રાખવા માટે બ્યુટી પાર્લરમાં જતા હોય જ છે. આ સાથે કેટલીક બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરતા હોય છે. આજે અમે તમને જે ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કર્યા પછી તમે પણ બ્યુટી પાર્લરમાં જવાનું બંધ કરી દેશો.
આ માટે તમારે એક ફેસપેક બનાવી ફેસિયલ કરવાનું છે. ફેસપેક બનાવવા માટે ચણાનો લોટ ની જરૂર પડશે. ચણા નો લોટ દરેક વ્યક્તિના ઘરે ખુબ જ આસાનીથી મળી રહે છે, કારણકે મોટાભાગના લોકો ગોટા ખાવાના શોખીન હોય છે આ સાથે અલગ અલગ વાનગીઓ બનાવીને ખાતા હોય છે, જેથી ચણા નો લોટ આસાનીથી મળી જ રહેશે.
ફેસપેક બનાવવાની રીત: આ માટે સૌથી પહેલા એક કાચના બાઉલમાં ચણા નો લોટ લો, તેમાં એક ચમચી હળદર ઉમેરો અને બંને ને મિક્સ કરો, ત્યારબાર તેમાં મલાઈ અને ગુલાબજળ મિક્સ કરો અને સારી રીતે હલાવી ને ફેસપેક તૈયાર કરો.
હવે આ ફેસપેક ને ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને પાણી વડે ઘોઈ ને સાફ કરી લો, ત્યાર પછી આ ફેસપેક ને ચહેરા પર લગાવી દેવાનું છે અને 20 મિનિટ સુઘી રહેવા દો. પછી ચહેરાને માટલીના પાણી વડે ધોવાનો છે અને કોટર્નના કપડાં વડે સાફ કરી લો. આ ફેસપેક તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત લગાવશો તો ચહેરો દૂધ જેવો સફેદ દેખાવા લાગશે.
ચણાના લોટનો ફેસપેક લગાવાથી થતા ફાયદાઓ: આ ફેસપેક લગાવાથી ડેડસ્કિન દૂર થઈ જાય છે ચહેરા પર નેચરલી ગ્લો લાવે છે. જો ચહેરા પર અણગમતી રૂંવાટી હોય તો તે પણ દૂર થઈ શકે છે. ચહેરા પર ના ખીલ અને પીપલ્સ ને ઘીરે ઘીરે દૂર કરી ચહેરાની સુંદરતામાં વઘારો કરે છે.
આ ફેસપેક લગાવાથી ચહેરા પર ની ચોંટેલા ધૂળ માટીના રજકણો દૂર થાય છે આ સાથે ચહેરા પર ની કાળાશ અને ડાઘને પણ દૂર કરવામાં મદદ કરે છે. જેથી ચહેરો કિંદરતી રીતે ચમકદાર બની જાય છે જેથી વધુ પૈસા બ્યુટી પાર્લર અને બ્યુટી પ્રોડક્ટના ખર્ચ થી બચાવી દે છે.