ડાયાબિટીસ એક સૌથી ખતરનાક રોગ છે. જેને કંટ્રોલમાં રાખી શકાય છે, આજે વ્યક્તિની બદલાયેલ લાઈફસ્ટાઈલ અને આચરકુચર ખાવાની કેટલીક ખરાબ કુટેવનાં લીઘે વ્યક્તિ પોતાના શરીરને અનેક રોગોના શિકાર બનતા અટકાવી શકતા નથી.
શરીરમાં એવી ઘણી બીમારીઓ છે જે નાની ઉંમરે થતી હોય છે અને તે બીમારી જીવલેણ હોય છે, તેવી જ એક બીમારી ડાયબિટીસની બીમારી છે, ડાયાબિટીસ રોગ બે પ્રકારના છે ટાઈપ-1 ડાયબિટીસ અને ટાઈપ-2 ડાયબિટીસ.
ટાઈપ-1 ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઈન્સ્યુલીન અને દવાઓ લેવી પડે છે, અને ટાઈપ-2 ડાયબિટીસને કંટ્રોલ કરવા માટે રોજિંદા આહારમાં ઘ્યાન આપવાથી કંટ્રોલમાં રાખી શકાય છે. આજે અમે તમને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીને કંટ્રોલમાં કેવી રીતે રાખવી તેના વિષે જણાવીશું.
યોગા અને કસરત કરવી: આજે વ્યક્તિ શારીરિક પરિશ્રમ કરવાનું ભૂલી જ ગયા છે તેવામાં ડાયાબિટીસ જેવા ગંભીર રોગો થતા હોય છે, રોજે પરિશ્રમ કરવાથી લોહીમાં વધી ગયેલ સુગરનું પ્રમાણ ઓછું થાય છે જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. રોજે પરિશ્રમ કરવાથી શરીરમાં કેલરી બર્ન થાય છે.
આ માટે રોજે સવારે ચાલવું, દોડવું, યોગા કરવા, સાયકલિંગ કરવી, કસરત નો સમાવેશ કરવો જોઈએ. જે લોહીમાં રહેલ સુગરને ઓછું કરી ડાયાબિટીસ ને નિયત્રંણમાં રાખે છે. રોજે કસરત અને યોગા કરવાથી શરીરમાં લોહીનું પરિવહન સારું થાય છે અને લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય છે.
સૂર્ય પ્રકાશ: સૂર્ય પ્રકાશમાંથી વિટામિન-ડી સારી માત્રામાં મળી રહે છે, જે સુગરની માત્રને ઓછી કરવામાં મદદ કરે છે. જયારે વ્યક્તિના શરીરમાં વિટામિન-ડી ની ઉણપ જોવા મળે છે ત્યારે ડાયબિટીસ નું જોખમ વધુ રહેતું હોય છે.
આ માટે ડાયબિટીસ જેવી ગંભીર બીમારીને કંટ્રોલમાં રાખવા માટે વિટામિન-સી સૌથી ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમે પણ ડાયબિટીસના દર્દી છો તો ડોક્ટર પણ તમને સૂર્ય પ્રકાશમાં બેસવાનું કહેતા હોય છે, સૂર્ય પ્રકાશમાં બેસવાથી ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
ફાયબર યુક્ત ખોરાક લેવો: જયારે શરીરમાં ચરબી નું પ્રમાણ વધુ હોય અને વજન વધારે હોય તેવા લોકોમાં ડાયબિટીસ વધુ જોવા મળતું હોય છે. આ માટે ડાયબિટીસનો રોગ ને નિયત્રંણમાં રાખવા માટે ફાયબર યુક્ત ખોરાક ખાઈને વજન ને નિયત્રંણમાં રાખી શકાય છે.
આ સિવાય તમે દિવસ દરમિયાન બ્લેક કોફી અથવા તો ગ્રીન ટી પણ પી શકો છો, જેમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે લોહીમાં રહેલ સુગરની માત્રામાં ને ઓછી કરવામાં મદદ કરે છે અને ડાયબિટીસને કંટ્રોલમાં રાખે છે.
જો તમે ડાયબિટીસ ના દરિદ્રી છો તો ઉપરોક્ત જણાવ્યા અનુસાર ડાયબિટીસને કંટ્રોલમાં કરી શકો છો,આ સિવાય તમે નજીકના ડોક્ટર અથવા તો નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.