આજકાલ વાળની સમસ્યા સામાન્ય બની ગઈ છે. નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા અને ખરવાથી દરેક લોકો પરેશાન થઇ ગયા છે. વૃદ્ધાવસ્થામાં વાળની સમસ્યા સામાન્ય છે. જો કે, નાની ઉંમરમાં વાળની સમસ્યા વધતા પ્રદૂષણ, ખાવાની ખોટી આદતો, ખરાબ દિનચર્યા અને તણાવને કારણે થાય છે.
જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો આ સરળ ટિપ્સને ચોક્કસ અનુસરો. તેનાથી વાળ કાળા, જાડા અને લાંબા બને છે. આવો, આ તેલ વિશે વધુ જાણીએ.
નાળિયેર તેલ લગાવો : આપણી નાની કે દાદી હંમેશા નાળિયેર તેલથી વાળમાં માલિશ કરે છે. તે આ વિશે કહેતા રહે છે કે કુદરતી વસ્તુઓની વાત અલગ જ હોય છે. જો તમે પણ કાળા, લાંબા અને ઘટ્ટ વાળ ઇચ્છતા હોવ તો રોજ નારિયેળ તેલથી વાળની માલિશ કરો. આ માટે દરરોજ સૂતા પહેલા નારિયેળ તેલ લગાવીને વાળમાં માલિશ કરો. તેનાથી વાળને સંપૂર્ણ પોષણ મળશે.
ભૃંગરાજ તેલથી વાળમાં માલિશ કરો : હેલ્થ એક્સપર્ટના મતે નાની ઉંમરે વાળની સમસ્યા શરીરમાં વિટામિન્સની ઉણપ અને સ્ટ્રેસ લેવાથી થાય છે. વિટામિનની ઉણપને દૂર કરવા માટે, આહારમાં વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આ સાથે જ, તણાવ દૂર કરવા માટે, ભૃંગરાજ તેલથી વાળની માલિશ કરો. આ માટે રોજ સૂતા પહેલા વાળમાં માલિશ કરો.
આમળા ખાઓ : શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે. આમળામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામિન સી વાળ માટે ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શરીરમાં વિટામિન-સીની ઉણપ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
તેમજ અકાળે વાળ સફેદ થવા અને ખરવા લાગે છે. આ માટે આમળાના સેવનની સાથે તમે આમળાનો રસ વાળમાં લગાવી શકો છો. તેનાથી વાળની સમસ્યા દૂર થાય છે. તેમજ વાળ કાળા, જાડા અને લાંબા હોય છે.
દહીં લગાવો : જો તમે વાળને ધોવા માટે શેમ્પુનો ઉપયોગ કરો છો તો તમારા વાળને વધુ નુકશાન થઇ શકે છે. શેમ્પુની જગ્યાએ તમારે વાળમાં દહીં લગાવવું જોઈએ. દહીં લગાવવાથી વાળ મૂળમાંથી મજબૂત થાય છે.