શરીર સ્વસ્થ અને મજબૂત અને હેલ્ધી રહે તે દરેક વ્યક્તિને ગમે છે. પરંતુ જેમ ઉંમર વધતી જાય છે એમ શરીરમાં નાની બીમારીઓ આવતી જતી હોય છે. પરંતુ જયારે મોટી બીમારી આવી જાય છે ત્યારે વ્યક્તિ માનસિક રીતે તૂટી જતો હોય છે.
આ માટે શરીરમાં મોટી બીમારીઓ ના આવે તેનું પણ આપણે ખાસ ઘ્યાન રાખવું જોઈએ. વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલી અને પરિશ્રમ ના અભાવના કારણે પણ વ્યક્તિ ઘણી બીમારીના શિકાર બનતા હોય છે.
આ ઉપરાંત ખાવા પીવાની એવી કેટલીક ખરાબ કુટેવ હોવાના કારણે પણ વ્યક્તિ ઘણી વખત બીમારીના શિકાર બનતા હોય છે. પરંતુ જો વ્યક્તિ પોતાના જીવન શૈલીમાં આ નિયમો નું ચુસ્ત પણે પાલન કરે છે તો શરીરમાં ઘણી બીમારીઓ આવતા અટકી જશે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી રહેશો.
સ્વસ્થ અને હેલ્ધી રહેવાની ટિપ્સ:
રોજે સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરીને નીચે બેસીને ધુંટડે ધુંટડે જ પીવું જોઈએ જેથી ઘુંટણ ના દુખાવામાં ઘણી રાહત મળે છે. હૂંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયા નો નાશ થાય છે.
સવારે ઉઠીયા પછી રોજે હળવી કસરત, યોગા, વોકિંગ કરવું જોઈએ, જેથી લોહીનું પરિવહન સારું રહે છે. જો તમે સવારે ચાલવા જાઓ છો તો શુદ્ધ ઓક્સિજન પણ મળી રહે છે જે ફેફસા માટે ખુબ જ આવશ્યક છે. આ ચાલવું જોઈએ.
હળવી કસરત અને યોગા કરવાથી શરીરના દરેક અંગોને યોગ્ય કસરત મળી રહે જેથી તે સ્વસ્થ અને મજબૂત રહેશે. ત્યારબાદ સ્નાન કરવા જઈએ તે પહેલા પાણી માં મીઠું નાખીને કોગળા કરી લેવા જોઈએ, જેથી મોં માં રહેલ હાનિકારક બેકેરીયા પણ દૂર થાય અને દાંતમાં સડો થાઓ હોય તો તે પણ ઘીરે ઘીરે દૂર થવા લાગે છે.
આ ઉપરાંત ગળામાં કફ જામી ગયો હોય તો તે કફ પણ છૂટો પડે છે. રોજે સવાર નો નાસ્તો હેલ્ધી અને પૌષ્ટિક લેવો જોઈએ, જેથી દિવસની શરૂઆત પણ સારી રહે અને આખા દિવસ દરમિયાન શરીરને ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહેશે.
બપોરના ભોજનમાં સલાડ ફરજીયાત લેવું જોઈએ. આ સાથે છાશ અથવા તો દહીં નો સમાવેશ કરવો જોઈએ. રાત્રે જયારે જમવા બેસો ત્યારે તે ખોરાક હળવો જ લેવો જોઈએ અને પેટ ભરીને ક્યારેય ના ખાવું જોઈએ. રાતે ભોજન કર્યા પછી હંમેશા ચાલવાનો આગ્રહ રાખવો જોઈએ.
રોજે બપોરે હોય કે રાતે એવા ખોરાક લેવા જોઈએ જેને ખાધા પછી ખુબ જ આસાનીથી પચી શકે. આ માટે તમારે બહારના જંકફૂડ અને ફાસ્ટ ખાવાનું ટાળવું જોઈએ. કોઈ પણ ખોરાક ખાઓ ત્યાર બાદ મુખવાસમાં વરિયાળી કે અળસી ખાવી જોઈએ. જે ખોરાકને પચવામાં મદદ કરે છે ને શરીરને ઠંડક આપે છે.
રોજે દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ. જે શરીરને હાઈડ્રેટ પણ રાખશે અને શરીરમાં વધારાને કચરાને પેશાબ વાટે બહાર નીકાળવામાં મદદ પણ કરશે. આ સિવાય 6-7 કલાક ની ઊંઘ પણ લેવી જોઈએ, જે શરીરને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખશે.
આહારમાં લીલા પાન વાળા શાકભાજી ખાવા જોઈએ, જે શરીરને જરૂરી પોષક તત્વોની કમી ને પુરી કરે છે. આ ઉપરાંત દિવસ માં કોઈ પણ એક ફળ સીઝન માં મળતું ખાવું જોઈએ. જે સ્વસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે.
ખાસ ઘ્યાન રાખવું કે ફ્રીઝ માં મુકેલો કે કોઈ પણ ઠંડો ખોરાક ના ખાવો જોઈએ, રોજે તાજો અને ગરમ આહાર જ ખાવો જોઈએ, જે શરીરને હેલ્ધી રાખશે. રાતે કોઈ પણ ખાટા ફળો કે ખાટી કોઈ પણ વસ્તુ ના ખાવી જોઈએ.